ETV Bharat / state

વડોદરા જિલ્લામાંથી 6 મગરનું રેસ્ક્યૂ કરાયું,જુઓ વીડિયો

વડોદરા: શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગર મળી આવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.શહેર નજીકના કાંઠા વિસ્તારોમાં હજૂ પણ મગર માનવ વસ્તીઓમાં આવી ચઢતા હોવાથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી વિવિધ સ્થળો પરથી 6 જેટલા મગરનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મગરનું રેસ્ક્યૂ
author img

By

Published : Oct 10, 2019, 7:06 PM IST

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરનું આશ્રય સ્થાન છે.આ નદીમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ઘણી વખત આ મગર માનવ વસ્તીમાં પણ ઘુસી આવતા હોય છે.વડોદરા શહેર અને જિલ્લામાં થયેલા વરસાદ બાદ પાણીના જળસ્તરમાં વધારો થયો અને મગર જાહેર માર્ગો પર પણ જોવા મળતા હતા.

વડોદરા જિલ્લામાંથી 6 મગરનું રેસ્ક્યૂ કરાયું,જુઓ વીડિયો

મળતી માહિતી મુજબ,વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ફરીથી રહેણાંક વિસ્તારમાં મગર આવી જતાં ગ્રામજનોના જીવ તાળવે ચોટી ગયા હતા. એક મકાનમાં મગર આવી જતાં વડોદરાની જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવી હતી.ફોરેસ્ટ અને સંસ્થાના કાર્યકરોએ પાંચ ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

ઉપરાંત શહેર નજીક આવેલા આજવાના થીમપાર્ક પાસે પણ એક મગર દેખાતાં તેનું રેસ્ક્યૂ કરી આજવા સરોવરમાં છોડી દેવાયો હતો.વડોદરા આણંદ રોડ પર 9 ફૂટનો મગર આવી જતાં જીવદયા સંસ્થાના કાર્યકરોએ તેનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.

Intro:વડોદરા શહેર અને જિલ્લામાંથી 6 મગરોને અલગ અલગ સ્થળોએથી રેસ્ક્યુ કરાયા..

Body:વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગરો મળી આવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે..વડોદરા શહેર નજીકના કાંઠા વિસ્તારોમાંથી હજુ પણ મગરો માનવ વસ્તીઓમાં આવી ચઢતા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે..અત્યાર સુધી વિવિધ સ્થળો પરથી 6 જેટલા મગરોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે..

Conclusion:વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનું આશ્રય સ્થાન છે..મોટી સંખ્યામાં મગરો આ નદીમાં વસવાટ કરે છે..અને ઘણી વખત આ મગરો માનવ વસ્તીમાં પણ ઘુસી આવે છે..વડોદરા શહેર અને જિલ્લામાં થયેલ વરસાદ બાદ પાણીનું જળસ્તરમાં વધારો થયો હતો અને મગરો જાહેર માર્ગો પર પણ જોવા મળતા હતા..

મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ફરીથી મગર રહેણાંક વિસ્તારમાં આવી જતાં ગ્રામજનોના જીવ તાળવે ચોટયો હતો..એક મકાનમાં મગર આવી જતાં વડોદરાની જીવદયા સંસ્થાને જાણ કરાઇ હતી.ફોરેસ્ટ અને સંસ્થાના કાર્યકરોએ પાંચ ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું..

આ ઉપરાંત શહેર નજીક આવેલ આજવાના થીમપાર્ક પાસે પણ એક મગર દેખાતાં તેનું રેસ્ક્યૂ કરી આજવા સરોવરમાં છોડી દેવાયો હતો. વડોદરા આણંદ રોડ ઉપર ૯ ફૂટનો મગર આવી જતાં જીવદયા સંસ્થાના કાર્યકરોએ તેનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો..

જોકે હજુ પણ વડોદરા શહેર અને જિલ્લામાં મગરોનું માનવ વસ્તી વચ્ચે આવીજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.