ETV Bharat / state

હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિ કરજણ નગરપાલિકાની, નાગરિકનો જીવ જોખમમાં - Karjan municipality

કરજણ નવા બજાર વિસ્તારમાં કરજણના ચીફ ઓફિસરની(Karajan Municipal Chief Officer car) ગાડી મસમોટા ભૂવામાં ખાબકીપણ. જો વહીવટી તંત્ર નાગરિકોની સુવિધા માટે પૂરતું ધ્યાન નહીં આપે તો આવી ઘટનાઓના કારણે કોઈ નાગરિકનો જીવ જોખમમાં મુકાય તો નવાઈ નહીં.

હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિ કરજણ નગરપાલિકાની, નાગરિકનો જીવ જોખમમાં

author img

By

Published : Dec 31, 2022, 12:19 PM IST

હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિ કરજણ નગરપાલિકાની, નાગરિકનો જીવ જોખમમાં

વડોદરા કરજણ નગર પાલિકાનો વહિવટનો નમૂનો સમગ્ર રાજ્યમાં કાયમ માટે ચર્ચામાં રહ્યો છે. કયારેક આ પોલંપોલ વહિવટ નાગરિકો માટે જોખમી બનતો હોય છે. જેમાં આજે કરજણ નવા બજાર વિસ્તારમાં કરજણના ચીફ ઓફિસરની ગાડી (Karajan Municipal Chief Officer car) મસમોટા ભૂવામાં ખાબકી હતી. આ માર્ગ ઉપરથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાનાં કર્મચારીઓ પણ અવરજવર કરતાં હોય છે. પણ તેમણે કોઈએ આ જોખમી ખાડા બાબતે ત્વરિત કામગીરી થાય તે માટે કોઈ રસ દાખવ્યો ન હતો. આજે આ વરવા પરિણામરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ચીફ ઓફિસરની ગાડી ભુવામાં દ્વારા આડેધડ ખોદાયેલા ખાડાઓ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. જો વહીવટી તંત્ર નાગરિકોની સુવિધા માટે પૂરતું ધ્યાન નહીં આપે તો આવી ઘટનાઓના કારણે કોઈ નાગરિકનો જીવ જોખમમાં મુકાય તો નવાઈ નહીં. જેથી આ ગંભીર બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ પૂરતું ધ્યાન આપવું જોઈએ. તેવી પ્રચંડ લોકોમાંગ ઉભી થવા પામી છે. આજે અઘિકારીની જ ગાડી ખાબકી તો આમ જનતાની તો વાત જ ન થાય.

હાસ્યાસ્પદ દ્રશ્ય કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસરની ગાડી મસમોટા ભુવામાં ખાબકતાં જ આસપાસના રહીશોમાં ભારે હાસ્યાસ્પદ દ્રશ્ય સર્જાયા હતા અને " હાથ ના કર્યા હૈયે વાગ્યા " જેવી સ્થિતિ સર્જાઈ હતી. આમ, જનતાએ પણ થોડીક ક્ષણ તેનો આનંદ માણ્યો હતો.

કરજણ નગરપાલિકાની હદમાં નવા બજાર વિસ્તારમાં કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસરની(Karajan Municipal Chief Officer car) ગાડી ભુવામાં પડી પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી અને તાત્કાલિક ધોરણે જેસીબી મશીન બોલાવી જેસીબી મશીનની મદદથી આ ગાડીને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. આ બનેલી ઘટનાઓમાંથી બોધ પાઠ લઈ નગરપાલિકાનું વહીવટી તંત્ર સચોટ કામગીરી કરે તેવી હાલના સમયની પ્રબળ માંગ છે. ક્યારેક નાની સરખી બેદરકારી નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. જેથી તંત્ર એ આ બાબતે સવેળા કામગીરી આરંભવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.