મધ્ય ગુજરાતના વડોદરા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધના વિરોધમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ રેલી પાછળ પ્લાસ્ટીકના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ મૌન રેલીનું આયોજન કરવા પાછળનું કારણ લોકોમાં પ્લાસ્ટિકનો સદઉપયોગ વિશે નિર્ણાયક જાગૃતિ અને સરકારના સ્વચ્છ ભારત અભિયાનને ટેકો આપવા માટે કરવામાં આવ્યું હતું.
પરંતુ પ્લાસ્ટીકના કચરાનું યોગ્ય વર્ગીકરણ થાય તેમજ તમામ પ્રકારના પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ શક્ય છે. જોકે દરેક શહેરોમાં કચરાના વર્ગીકરણ પ્લાસ્ટિક ઘન કચરા માટે કોઈ ચોક્કસ વર્ગીકરણની પદ્ધતિ ઉભી કરવી જોઈએ.
વડોદરા પ્લાસ્ટિક અને ડિપ્લોજેબલ એસોસિએશન દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતેથી વડોદરા કોર્પોરેશન સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. તેમજ ફ્લેશ બેનર અને પ્લેકાર્ડ સાથે પોતાની માગ સાથેના સૂત્રો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ આ તમામ લોકોએ માગ કરી હતી કે, પ્લાસ્ટિકના સદુપયોગ વિશે જનજાગૃતિ લાવીને 50 માઇક્રોનથી વધુ જાડાઈ ધરાવતા ફૂડગ્રેડ સિગ્નલયુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટના ઉત્પાદન અને વેચાણ પર પડી રહેલી તકલીફ દૂર કરવા માટેની માગ કરી હતી.