વડોદરા : ભારતીય જનતા પાર્ટીમાં થયેલા ભડકા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આખરે ઉપરી નેતાઓની સમજાવટ બાદ પોતાનું રાજીનામુ પરત ખેંચતા આખરે હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો. જેમાં બુધવારે બપોરે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિકાસના કામો ન થતા હોવાનું કારણ ધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
આખરે કેતન ઇનામદાર અને બીજેપી અધ્યક્ષ જીતુ વાઘાણીની વચ્ચે બેઠક યોજાઇ હતી. તેમાં કેતન ઇનામદારે રાજીનામુ પરત લીધુ હતું.