વડોદરા: શહેરના દંતેશ્વરમાં 100 કરોડ જમીન કૌભાંડ મામલામાં પોલીસની તપાસના ચક્રો ગતિમાન છે. ત્યારે મુખ્ય આરોપી સંજયસિંહ પરમારની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પાસેથી મળેલ એફ ફોર્મ ખોટું છે. તો આ જમીન કૌભાંડમાં અસલ દસ્તાવેજમાં માલિક કલેક્ટર હોવા છતાં પ્લોટના ટાઇટલ ક્લિયર થયાં છે. સરકારી દસ્તાવેજોમાં ચેડા થયાં છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
ક્રાઈમ બ્રાન્ચના રિમાન્ડ પર આરોપી સંજયસિંહ : વડોદરા શહેરના દંતેશ્વરમાં 100 કરોડની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદેસર પોતાના નામે કરી વૈભવી મકાનોની સ્કીમ પાડનાર આરોપી સંજયસિંહ પરમાર શહેર ક્રાઈમ બ્રાન્ચના રિમાન્ડ પર છે. ત્યારે કાનન 1 અને કાનન 2 ની સ્કીમમાં પ્લોટ ખરીદારોના નિવેદનો લેવામાં આવ્યા છે. પ્લોટ ખરીદનારાઓ પાસેથી સંજયસિંહ પરમારે 1.61 કરોડ જેટલી રકમ મેળવી હોવાનું બેંક ખાતામાં તપાસમાં જાણવા મળ્યું હતું.આ માલમલે શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ક્રાઇમબ્રાન્ચની તેજ તપાસ : શહેરના દંતેશ્વર ખાતેની 100 કરોડની સરકારી જમીન પચાવી પાડી તેના પર કાનન 1 અને કાનન 2 સ્કીમ લોન્ચ કરી દેવા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રોપર્ટી કાર્ડમાં ખેડૂતનું નામ કેવી રીતે ચડવું છે, બેંક ખાતુ કેવી રીતે ખોલ્યું ? અને પ્લોટના ટાઈટલ ક્લિયર માટે સર્ટી આપનાર વકીલોના નિવેદનો લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આજે આ સરકારી જમીન મૂળ મલિક કલેક્ટર હોવાનું પુરવાર થયું છે.
એફ ફોર્મ ખોટું હોવાનું પુરવાર થયું : વડોદરા મહાનગરપાલિકાના સર્વે નંબર 541 ના એફ ફોર્મની તપાસ કરતાં મૂળ એફ ફોર્મ રેકોર્ડમાં સદર જમીન કલેકટરના નામે ચાલે છે. અને મૂડ રેકોર્ડમાં ક્યાંય પણ ખેડૂત મહીજીભાઈ ઝીણાભાઈ રાઠોડનું નામ નથી. જેથી આરોપી સંજયસિંહ પરમાર પાસેથી કબજે કરવામાં આવેલ એફ ફોર્મ ખોટું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. ખોટું એ ફોર્મ બનાવવામાં જે તે વિભાગના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ વડોદરા મહાનગરપાલિકાના ટીડીઓનું અંગે નિવેદન લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો Vadodara Crime: તેજસ એક્સપ્રેસમાં મુંબઈ પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટ્યો વોન્ટેડ આરોપી
કર્મચારીઓ, વકીલ અને નોટરીધારકોને નિવેદન : આ સમગ્ર મામલે વડોદરા સિટી સર્વેમાં જમીનના પ્રોપર્ટી કાર્ડમાં ખેડૂત મહીજીભાઇ ઝીણાભાઈ રાઠોડનું નામ દાખલ કરવામાં ખોટું ટી પી એફ ફોર્મ રજૂ કરવામાં આવ્યું હોવાની હકીકત બહાર આવી છે. સાથે સિટી સર્વેના લાગતા વળગતા વિભાગના કર્મચારીઓ બોલાવતા એફ ફોર્મ આધારિત પ્રોપર્ટી કાર્ડમાં જમીન માલિકનું નામ દાખલ કરવામાં આવે છે. તે અંગે પરિપત્ર સિટી સર્વે ભાગ તરફથી રજૂ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ થશે. આ જમીન પ્લોટના બનેલ દસ્તાવેજોની નોટરી કરનાર નોટરીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ જમીનનું ટાઇટલ કમ્પ્લેટ કરી આપનાર વકીલનું નિવેદન લેવામાં આવ્યું છે.
બેંક ખાતું ખોલી આપનાર કર્મચારીની પૂછપરછ : જમીન કૌભાંડ મામલે મુખ્ય આરોપી સંજય સિંહ પરમારે 1. 61 કરોડ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનો રેકોર્ડ ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું. આરોપી સંજયસિંહ પરમાર સાથે ખોલાવેલ જોઈન્ટ બેંક ખાતાની માહિતી અંગે બેંક મેનેજરની પૂછતાછ એની એફ ટી, આર ટી જી એસ, આઈ એમ પી એસ, યુપીઆઈથી આરોપી સંજય પરમારે પ્લોટના રૂપિયા સગેવગે કાર્યની હકીકત સામે આવી છે. એકાઉન્ટ ઓપનિંગના પત્ર વ્યવહારની વિગતો પોતાના મકાનનું સરનામું લખ્યું છે. તેમજ સંજય બેંકમાંથી ચેક દ્વારા ઉપાડેલ રકમની માહિતી મળી છે. આ બંનેનો જોઈન્ટ એકાઉન્ટ ખોલનાર બેન્ક કર્મચારીની પૂછતા જ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સહ આરોપી શાંતાબેન રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.