- સયાજીબાગ ખાતે 126 વર્ષ જૂનુ બરોડા મ્યુઝિયમ
- બુદ્ધ સાતયમુની, બરમીસ ગોગ અને કોરોના પેઇન્ટિંગ સહિત અનેક કલાકૃતિઓ ડિજિટલ પોસ્ટ કાર્ડમાં મૂકવામાં આવી
- ડિજિટલ પોસ્ટ કાર્ડની કિંમત 2 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી
વડોદરા: શાહીબાગ ખાતે બરોડા મ્યુઝિયમ આવેલું છે, જે 126 વર્ષ જૂનું છે. જ્યાં સાંસ્કૃતિક વારસાનો સંગ્રહ કરેલો છે તેવા ૧૫ જેટલા ડિજિટલ નમૂનાના પોસ્ટ કાર્ડનું વેચાણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: વડોદરાઃ સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશ ATKTની પરીક્ષા લેવાનું ભૂલ્યા, વિદ્યાર્થીઓએ અપાવી યાદ
વડોદરાનું બરોડા મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર નામ ધરાવે છે
વડોદરા શહેરના સયાજીબાગ ખાતે 126 વર્ષ જૂનુ બરોડા મ્યુઝિયમ આવેલું છે. વડોદરાનું બરોડા મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર નામ ધરાવે છે. જે સ્વર્ગવાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની છે. આ બરોડા સંગ્રહાલયમાં સ્વર્ગવાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા એકત્રિત કરવામાં આવેલી તેમજ અનેક અન્ય કલાકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે દૂર-દૂરથી લોકો તેને જોવા માટે પણ આવે છે. બરોડા મ્યુઝિયમની અંદર અનેક કલાકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં વડોદરા શહેરના નાગરિકો, અલગ-અલગ રાજ્યો અને વિદેશથી પણ લોકો બરોડા મ્યુઝિયમમાં આવે છે.
આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનુ રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમનું કામ પૂરજોશમાં શરુ
15 સાંસ્કૃતિક વારસાના ડિજિટલ પોસ્ટ કાર્ડનું વેચાણ
બરોડા મ્યુઝિયમની અંદર જેમાં 15 જેટલા નમૂના છપાયેલી તસવીરો પોસ્ટ કાર્ડ મ્યુઝિયમ દ્વારા પ્રદાન કરવામાં આવ્યા છે. જે જાપાન, નેપાળ, ઇજિપ્ત સહિત દેશોના નમૂનાને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. જેથી જોવા આવનારા લોકો સુધી આપણો સાંસ્કૃતિક વારસો પહોંચે તે માટે 126 વર્ષ જૂની બરોડા મ્યુઝિયમમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં બુદ્ધ સાતયમુની, બરમીસ ગોગ અને કોરોના પેઇન્ટિંગ સહિત અનેક કલાકૃતિઓ ડિજિટલ પોસ્ટ કાર્ડ પર મૂકવામાં આવી છે. જેની કિંમત 2 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધીની રાખવામાં આવી છે.