ETV Bharat / state

Bal puraskar: રાષ્ટ્રપતિના હસ્તે 10 વર્ષના શૌર્યજીતને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિના હસ્તે વડોદરા શહેરના (Rashtriya Bal puraskar to Shaurayajeet)10 વર્ષના બાળક શૌર્યજીતને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાયો છે. 3 મહિના પૂર્વે નેશનલ ગેમ્સમાં શૌર્યજીતે મેડલ જીત્યો હતો.

Bal puraskar: રાષ્ટ્રપતિના હસ્તે વડોદરાના 10 વર્ષના બાળક શૌર્યજીતને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાયો

author img

By

Published : Jan 24, 2023, 10:15 AM IST

Updated : Jan 24, 2023, 10:50 AM IST

Bal puraskar: રાષ્ટ્રપતિના હસ્તે વડોદરાના 10 વર્ષના બાળક શૌર્યજીતને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાયો

વડોદરા: નેશનલ ગેમ્સમાં 3 મહિના અગાઉ સૌથી નાની વયે મેડલ જીતનાર વડોદરાના 10 વર્ષીય પોલ મલખંભ ખેલાડી શૌર્યજીત ખૈરેને રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શૌર્યજીત નેશનલ ગેમ્સમાં મેડલ જીતનાર વડોદરાનો પહેલો મલખંભ ખેલાડી છે. SAG દ્વારા નેશનલ ગેમ્સ માટે શૌર્યજિતની પસંદગી કરાઇ હતી. જે રાજ્ય અને દેશ માટે એક નાની વયે આ પ્રકારનું કાર્ય ખૂબ પ્રેરણા રૂપ છે.

Bal puraskar: રાષ્ટ્રપતિના હસ્તે 10 વર્ષના શૌર્યજીતને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત
Bal puraskar: રાષ્ટ્રપતિના હસ્તે 10 વર્ષના શૌર્યજીતને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત

પિતાનું અવસાન: માણેકરાવ અખાડામાં મલખંભનું કોચિંગ આપનાર જીત સપકાળે જણાવ્યું કે, ‘શૌર્યજીતના મમ્મી પર પુરસ્કાર અંગે ઇ-મેલ આવ્યો હતો. શૌર્યજીતને સખત મહેનતનું ફળ મળ્યું છે.’ શૌર્યજીત નેશનલ ગેમ્સ માટે રવાના ગયો તેના આગલા દિવસે તેના પિતાનું અવસાન થયું હતું. આજે પુરસ્કાર સ્વીકારવા શૌર્યજીત, તેની માતા અને એસોસિએશનના કોચ રાહુલ ચોકસી દિલ્હીમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો National Awards on Republic Day: જાણો પ્રજાસત્તાક દિવસે કયા પુરસ્કારો આપવામાં આવે

પ્રશંસા કરાઈ: શૌર્યજીતને આજે દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ગત વર્ષે શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં મેડલ જીત્યો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેની પ્રસંશા કરી હતી. શૌર્યજીત આજે પણ મલખંભની નિયમિત પણે તાલીમ અને અભ્યાસ કરે છે. આગામી સમયમાં નેશનલ બાદ ઇન્ટરનેશનલ ગેમમાં પોતાની કરતબ બતાવી દેશનું નામ રોશન કરી શકે છે.

આ પણ વાંચો 26 January Gujarat Zankhi: દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે ગુજરાતની સાંસ્કૃતિક ઝલક.

મેડલ જીતનાર: શૌર્યજીત ખૈરે સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ દેશમાં સૌથી નાની વયનો ખેલાડી છે જે વ્યક્તિગત પોલ મલખંભ રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર એકમાત્ર ખેલાડી છે. શૌર્યજીત દ્વારા નેશનલ ગેમ્સમાં ઉમદા પ્રદર્શન કરી સૌ લોકોના દિલ જીતી લીધા હતા. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ફરી એકવાર તેનું પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું જે ખુબજ ગૌરવની વાત છે.

રકમ શું હોય છે: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બાળકોની ઊર્જા, સંકલ્પશક્તિ, ક્ષમતા, ઉત્સાહને બિરદાવવાના હેતુથી અપાય છે. જેમાં રુપિયા 1 લાખ રોકડ, સર્ટિફિકેટ અને પ્રશસ્તિપત્ર મળે છે. પુરસ્કાર માટેનું આવેદન ઓગસ્ટમાં કરવાનું હોય છે. પણ ગત વર્ષે તેને એક મહિનો લંબાવાયું હતું. વડોદરા શહેર અને રાજ્ય માટે સૌથી નાની વાયનો શૌર્યજીત મલખંભ ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે તે માટે ખુદ દેશના વડાપ્રધાન દ્વારા પણ નોંધ લેવાઈ છે.

Last Updated : Jan 24, 2023, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.