ETV Bharat / state

ગાજરની નીચે છુપાડ્યો હતો દારૂ, ચાલક અંધારાનો લાભ લઈને રફુચક્કર - ખાનપુર ગામમાં દારુનો પિકઅપ બોલેરો

વડોદરા પોલીસે ફરી એકવાર ભારતીય બનાવટનો (alcohol seized Bolero full in Vadodara) વિદેશી દારૂ જપ્ત કર્યો છે. વડોદરાની ખાનપુર ગામની સીમમાંથી રાજસ્થાન પાસિંગ પિકઅપ બોલેરો સાથે દારૂ જપ્ત કર્યો છે. જોકે, પિક અપ ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો.(Khanpur Village Sim alcohol seized)

વડોદરામાં દારૂ ભરેલો બોલેરો ઝડપાયો, વાહનચાલક અંધારાનો લાભ લઈને રફુચક્કર

author img

By

Published : Dec 28, 2022, 6:08 PM IST

Updated : Dec 28, 2022, 7:57 PM IST

વડોદરા : સમગ્ર રાજ્યભરમાં આવનાર નવા વર્ષના વધામણાં થઈ રહ્યા છે, ત્યારે થર્ટી ફાસ્ટને (Vadodara Crime News) લઈ રાજ્યમાં પેટ્રોલિંગ અને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલ પણ સક્રિય બન્યું છે. આવનાર થર્ટી ફાસ્ટને લઈ રાજ્યમાં થતી દારૂની ઘૂસણખોરીને અટકાવવા પોલીસ તંત્ર સજ્જ થયું છે, ત્યારે હવે એક પછી એક કાર્યવાહી શરૂ થઈ છે. વડોદરા તાલુકા પોલીસ પણ સક્રિય થઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લવાતા દારૂની પ્રવૃત્તિને અટકાવવા માટે સતત પેટ્રોલિંગ કરી આવા તત્વોને ઝડપી પાડવામાં સક્રિય બની છે. ત્યારે વડોદરાની ખાનપુરની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોલીસે જપ્ત કર્યો હતો. (Liquor caught in Vadodara)

વડોદરા તાલુકા પોલીસની કાર્યવાહી વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા ભારતીય બનાવટના વિદેશી દારુના વેપલાને અટકાવવા વડોદરા શહેર પોલીસ સતત સક્રિય રહી છે, ત્યારે વડોદરા તાલુકા પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. ખાનપુર ગામની સીમમાંથી રાજસ્થાન પાસિંગ પિકઅપ બોલેરો માંથી 3.47 લાખનો ભારતીય બનાવતનો વિદેશી દારૂ સહિત કુલ 10.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પિકઅપ ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો. (Khanpur Village Sim alcohol seized)

આ પણ વાંચો ગટરમાં દારૂ, બુટલેગરની ટેકનીક જોઈ તમે પણ રહી જશો દંગ

બાતમીના આધારે વાહન ચાલકને રોક્યો મળતી માહિતી મુજબ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અંગત બાતમીદારની બાતમીના આધારે રાજસ્થાન પાસિંગની બોલેરો પિક અપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અંકોડિયાથી સેવાસી તરફ પસાર થઈ રહી છે. જે હકિકત આધારે ત્યાં બોલેરો પિક અપ દેખાતા તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ બોલેરો પિક અપ ચાલક પુર ઝડપે પોતાનું વાહન ચલાવી ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેનો પીછો કરી જોતા પિક અપ ચાલક ખાનપુર ગામની સીમમાં પોતાનું વાહન પાર્ક કરી ફરાર થઈ ગયો હતો. (alcohol seized Bolero full in Vadodara)

ફરાર પિક અપ ચાલકની શોધખોળ તાલુકા પોલીસે આ બોલેરો પિક અપની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ ત્રણ બ્રાન્ડની કુલ 852 નંગ બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત 3,47,340 રૂપિયા થાય છે. પોલીસે દારૂ સહિત બોલેરો પિક અપની કિંમત રૂપિયા 7 લાખ ગણી કુલ 10,47,340નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ફરાર બોલેરો ચાલક વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (vadodara police patrolling)

આ પણ વાંચો લુણાવાડામાં વિદેશી દારૂ સહિત 53 લાખની રોકડ રકમ જપ્ત...

શહેર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી આ ઉપરાંત વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે વાઘોડિયા વિસ્તારમાં આવેલ વૈકુંઠ-1 નજીક ગજાનંદ કોમ્પ્લેક્સમાં ખુલ્લા ગ્રાઉન્ડ પાસે બાતમીના આધારે તપાસ કરતા એક ટુ વ્હીલરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 36 બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત 15,840 થાય છે. વિદેશી દારૂનો જથ્થો સહિત ટુ વ્હીલર મળી કુલ કુલ 30,840નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ટુ વ્હીલર કોનું છે અને આ દારૂ ક્યાંથી આવ્યો તે અંગે હાલમાં તાપસ કરવામાં આવી રહી છે. હાલમાં વડોદરા તાલુકા પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ દારૂના બંને કેસોમાં બંને ફરાર આરોપીને શોધવા માટે ની તજવીજ આરંભી છે. (Vadodara Police)

Last Updated : Dec 28, 2022, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.