વડોદરા શહેર અને જિલ્લાની સરકારી પોલીસગાડીના બોનેટ પર બેસી અને પગ મૂકીને બનાવાયેલો (Vadodara police car) વિડીયો ફોટોગ્રાફસ સામે આવ્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારે પોલીસની ગાડીનો દુરુપયોગ કરનાર અજાણ્યા શખ્સોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. (police car bonnet in Vadodara)
આ પણ વાંચો પોલીસ બનીને રોફ જમાવવાનો શોખ પડ્યો મોંઘો
શું છે સમગ્ર મામલો વડોદરા રુરલ પોલીસ લખેલી એક સરકારી બોલેરો જીપના બોનેટ પર જીન્સ પેન્ટ તેમજ સફેદ રંગની ટીશર્ટ પહેરેલો યુવાન ઉભો છે. તેમજ તેનો એક પગ કાચ ઉપર છે. પોલીસની ગાડી પર રોફ મારતો વિડીયો બનાવનાર આ યુવાનનો ગુજરાત પોલીસનું અપમાન કરતો હોય તેવો સ્પષ્ટ આશય જણાય છે. ગ્રામ્ય પોલીસની આ ગાડી કોઇ મોલના બેઝમેન્ટમાં પાર્ક થયેલી હોય તેમ જણાય છે અને ગાડીમાં અંદર કોઇ બેસેલું પણ નથી. પાર્ક કરેલી ગાડી પર બનાવેલો આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. (Youth making video riding on police car)
પોલીસની ગાડી પર રોલામારતો યુવાન આ ઉપરાંત બીજો અન્ય એક ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં વડોદરા શહેર પોલીસની બે ગાડીઓ ઉભી છે અને એક ગાડીના બોનેટ પર એક યુવાન બેઠો છે. ઘૂંટણથી ફાટેલો જીન્સ પેન્ટ અને આછા લાલ રંગની ટીશર્ટ પહેરેલો યુવાન હાથ ઊંચા કરીને પોતાના બાવડા બતાવે છે. શહેર પોલીસની સરકારી ગાડી પરનો આ ફોટો પણ વાયરલ થયો છે. સામાન્ય સંજોગોમાં લોકો પર રોફ મારતી પોલીસની ગાડી જ્યારે ઊભી હોય ત્યારે કોઇ નટખટ યુવાનો દ્વારા રોફ મારવા માટે વિડીયો (Vadodara Police) અને ફોટા બનાવ્યા હોવાનું મનાય છે. જોકે પોલીસની ગાડીના બોનેટ પર બેસી રોફ મારતા યુવાનોની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. (Vadodar police car goes viral Video)