ETV Bharat / state

વડોદરા એરપોર્ટ પરથી મળેલા શંકાસ્પદ પાર્સલ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી - Gujarati news

વડોદરાઃ એરપોર્ટ પર શંકાસ્પદ પાર્સલ મળી આવતા એરપોર્ટ સ્ટાફ અને પોલીસ સહિત FSLની ટીમો દોડતી થઇ હતી. જો કે, તપાસ થતાં પાર્સલમાં RDX હોવાની વાત અફવા નીકળી હતી.

વડોદરા એરપોર્ટ પરથી મળેલા શંકાસ્પદ પાર્સલ મામલે પોલીસે 4ની કરી ધરપકડ
author img

By

Published : Jul 11, 2019, 8:05 PM IST

મળતી માહિતી પ્રમાણે, વડોદરા એરપોર્ટના એરલાઇન્સના કુરીયર જે સમયે કાર્ગો વિભાગમાં સ્કેન થઇ રહ્યા હતા, ત્યારે શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. FSL વિભાગને પણ બોલાવી પાર્સલની તપાસ કરાઇ હતી. રીપોર્ટ બનાવતા આ પાર્સલનો ખુલાસો થયો હતો કે, આ પાર્સલ સુરતના એક વ્યકિતએ ખરીદેલ એરગનનું જે તેને કલર ન ગમતા અમૃતસર પરત મોકલ્યું હતું. એરગન અને તેના કાર્ટીજ ઉપરાંત પોટેશિયમ ક્લોરાઇડ નામક પદાર્થ હતો. જેનાથી ફટાકડા બનાવવામાં આવે છે.

વડોદરા એરપોર્ટ પરથી મળેલા શંકાસ્પદ પાર્સલ મામલે પોલીસે 4ની કરી ધરપકડ

આ સમગ્ર ઘટના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં 4 પૈકી 3 આરોપી સુરતના હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ પોલીસે ઇ.પી.કો કલમ 336,286 તેમજ ધ એરક્રાફ્ટ એકટ 1934 ની કલમ 10 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:વડોદરા એરપોર્ટ પરથી મળી આવેલ શંકાસ્પદ પાર્સ લ મામલે હરણી પોલીસે 4 શખ્સોની કરી ધરપકડ..

Body:વડોદરા એરપોર્ટ પર શંકાસ્પદ પાર્સલ મળી આવતા એરપોર્ટ સ્ટાફ અને પોલીસ સહીત એફએસઐલ ની ટીમો દૌડતી થઇ હતી..જોકે આ પાર્સલ આરડીએક્સ હોવાની અફવાએ સમગ્ર તંત્ર ને દોડતુ કર્યુ હતુ..Conclusion:મળતી માહિતી મુજબ વડોદરા એરપોર્ટ ના ઇંડીગો એરલાઇન્સ ના કુરીયર જે સમયે કાર્ગો વિભાગમાં સ્કેન થઇ રહ્યા હતા ત્યારે શંકાસ્પદ પાર્સલ મળી આવતા હરણી પોલીસ ને જાણ કરાઈ હતી ત્યારે હરણી પોલીસ નોસ્ટાફ એરપોર્ટ પર પંહોચ્યૌ હતો,પેહલા તો આ પાર્સલ માં આરડીએક્સ હોવાની અફવા વેહતી થતા એરપોર્ટ ઓથોરીટી તથા પોલીસ વિભાગમાં પણ ભાગદોડ થઇ હતી..જોકે બાદમાં એફ એસ એલ વિભાગને બોલાવી ને પણ તપાસ કરી રિપોર્ટ બનાવતા આ પાર્સલ ને લઇને ખુલાસો થતા બહાર આવ્યુ હતુ તે આ પાર્સલ સુરત ના એક વ્યક્તિ એ ખરીદેલ એરગન નુ હતુ જે તેને કલર ન ગમતા અમ્રુતસર પરત મોકલેલ હતુ....અને તેમાં એરગન અને તેના કાર્ટીજ ઉપંરાત પોટેશિયપ ક્લોરાઈડ નામક પદાર્થ જે નાના નાના ફટાકડામાં બનાવવામાં વપરાય છે તે હોવાનુ સામે આવ્યુ હતુ...જોકે આ સમગ્ર મામલે વડોદરા હરણી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી..પોલીસે ધરપકડ કારેલ 4 આરોપીમાં 3 આરોપીઓ સુરતના હોવાનું સામે આવ્યું હતું..વડોદરા હરણી પોલીસે આ સમગ્ર મામલે ઇ.પી.કો કલમ 336,286 તેમજ ધ એરક્રાફ્ટ એકટ 1934 ની કલમ 10 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી આ તમામ શખ્સો સામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.