ETV Bharat / state

પર્વતની ટોચે પક્ષીરાજના ધામા, પાવાગઢમાં “જટાયું” જેવા ગીધનો વસવાટ

પક્ષીઓની દુનિયામાં અનેક એવી પ્રજાતિઓ છે જે હવે લુપ્ત થવાના આરે છે. વધી રહેલા આધુનિકીકરણ અને ઘટી રહેલા જંગલ વિસ્તારને કારણે પક્ષીવિશ્વ દિવસે દિવસે નાનું થઈ રહ્યું છે. એક બાજુ ગીધની વસ્તી ઓછી થઇ રહી છે. પાવાગઢની પર્વતમાળાની(Vulture in Pavagadh mountain) કોતરોમાં ગીધએ માળાઓમાં (Different species of vulture) ઈંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને (colony of vultures)જન્મ આપ્યો.જે મધ્ય ગુજરાતનાં પક્ષી પ્રેમીઓ માટે આનંદદાયક સમાચાર કહી શકાય.

પર્વતની ટોચે પક્ષીરાજના ધામા, પાવાગઢ પર્વતમાં રામસેવક “જટાયું” જેવા ગીધોનો વસવાટ

author img

By

Published : Dec 17, 2022, 8:33 PM IST

વડોદરા ગુજરાતની સાથે દેશમાં ગીધની વિવિધ પ્રજાતિ(Vulture in Pavagadh mountain) લુપ્ત થવાના કગારે પહોંચી ગઇ છે. ગીધની સાથે ઘણા એવા પક્ષીઓ છે. જેમની વસ્તી લુપ્ત થવાના આરે છે. રાજ્યના વનવિભાગ દ્વારા તારીખ 10 અને 11 ડીસેમ્બરના વસ્તી (Vulture population gujarat )ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી અનૂસાર કચ્છ અને ગુજરાતમાં ગીધની 4 પ્રજાતિ જોવા મળે છે. જંગલ અને આસપાસના જંગલ વિસ્તારમાં(colony of vultures) હવે જૂજ માત્ર ગીધ બચ્યા છે.

ડુંગરોમાં નાની વસાહત લુપ્ત થઇ રહેલી ગીધ પક્ષીઓની વસ્તી વચ્ચે પાવાગઢના ડુંગરોમાં ગીધની નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષીજગતની આ જાત એ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં (vulture in pavagadh) બનાવેલા માળાઓમાં ઈંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં 10 પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. જે ઈન્ડિયન વલ્ચર પ્રજાતિના હોવાનું મનાય રહ્યું છે.

ગીધની 23 પ્રજાતિઓ વિશ્વભરમાં ગીધની 23 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી 9 પ્રકારની પ્રજાતિઓ ભારતમાં અને તેમાંથી પણ 7 પ્રકારની પ્રજાતિઓ તો આપણા ગુજરાતમાં જ જોવા મળે છે. આ 7 પ્રકારમાં વ્હાઇટ રંપ્ડ વલ્ચર, ઇન્ડિયન વલ્ચર, ઈજીપ્શિયન વલ્ચર અને રેડ હેડેડ વલ્ચર સ્થાનિક અને ઈજીપ્શિયન ગ્રીફોન, હિમાલિયન ગ્રીફોન અને સિનેરીયસ વલ્ચર માઈગ્રેટ કરીને અહિં આવે છે. જ્યારે બિયાર્ડેડ વલ્ચર અને સ્લેન્ડર બિલ્ડ વલ્ચર ક્યારેક ક્યારેક ગુજરાતમાં જોવા મળે છે.

ગીધ ઉપર જોખમ દુધાળા પશુઓને અપાતા કેમિકલયુક્ત ઈન્જેકશનો(Chemical injections) કારણે ગીધ ઉપર જોખમ ઊભુ થયુ છે. મૃત્યુ થયા બાદ આવા પશુઓને આરોગવાથી ગીધનું અસ્તિત્વ જોખમાયુ છે. ખાસ કરીને ગુજરાતમાં ગીધની વસ્તીમાં 66 ટકાનો ઘટાડો છેલ્લા એક દશકમાં નોંધાયો છે. સફેદ ધાબાવાળા ગીધ સર્વસામાન્ય છે. ગુજરાતમાં ઇન્ડિયન વલચર પણ બહુધા જોવા મળે છે. તેની પાંખો અઢી ફૂટ સુધી ફેલાઈ શકે છે. બહુધા આ ગીધ માનવ વસ્તીની આસપાસ વસવાટ કરે છે. પુખ્ત વયનું ગીધ 70 થી 85 સે.મી. ઊંચું અને પાંચથી છ કિ.ગ્રા.વજન ધરાવતુ હોય છે. માદા કરતા નર ગીધની લંબાઇ વધુ હોય છે.

સમૂહમાં વસવાટ તેઓ 10 થી 12 સમૂહમાં વસવાટ કરે છે. વર્ષમાં એક વખત 1 ઈંડું મૂકે છે અને બચ્ચા ઉછેરનો સમયગાળો નવેમ્બરથી માર્ચ સુધીનો હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોંઝેરવેશન ઓફ નેચર દ્વારા ગીધની આ પ્રજાતિને અતિ જોખમમાં આવી ગયેલા પક્ષીઓની યાદીમાં મૂકવા આવી છે. ગીધનો માનવજાતિ પર મોટો ઉપકાર છે. તેઓ મૃત શરીરને ખાઈ સંપૂર્ણ સાફ કરી નાંખે છે (colony of vultures) જેથી સડી રહેલા મૃતદેહમાં જોખમી જીવાણું અને વિષાણુંને વાતાવરણમાં ફેલાવા નથી દેતા. ગીધનું એક ટોળુ એક મૃત પશુને 3 થી 4 મિનિટમાં સફાચટ કરી જાય છે.

મૃત પશુને જોઈને ઝપટ પાવાગઢમાં માતાજીનાં ડુંગરાની (Different species of vulture) પાછળની તરફ કોતરમાં 2 થી 3 માળા, નવલખા કોઠારવાળી કોતરોમાં 6 જેટલી માળા હોવાનો અંદાજ છે. ગીધની સફેદ હગાર ઉપરથી માળા હોવાનો સહજ અંદાજ લગાવી શકાય છે. જેમાંથી માતાજીનાં મંદિરવાળી કોતરોમાં આવેલા 1 માળામાં ગીધનું બચ્ચું જોવા મળે છે.આ ગીધ સવારના 11 વાગ્યાથી મોડી રાત સુધી ખોરાકની(colony of vultures) શોધમાં આકાશમાં ચક્કર લગાવતા રહે છે. તે એક હજાર ફૂટ જેટલી ઊંચાઈએ ઊડે છે ત્યાંથી તેની તીક્ષ્ણ નજર મૃતપશુને જોઈને ઝપટ લગાવે છે. વનવિભાગ દ્વારા થયેલી ગણતરી દરમિયાન પણ અહિં ગીધની આ વસાહત નોંધાઈ છે. પરિક્ષેત્ર વન અધિકારીઆર.આર.બારીયા અને વન સહાયક પંકજ ચૌધરી આ વસાહત ઉપર સતત નજર રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.