ETV Bharat / state

ડભોઈમાં અનેકવાર વીજ પુરવઠો ખોરવાતાં રહીશોમાં રોષ, સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો - Vadodara Dabhoi

વડોદરાના ડભોઈ તાલુકા સહિત નગર વિસ્તારમાં અવારનવાર મધ્યગુજરાત વીજ કંપની દ્વારા અપાતાં વીજ પ્રવાહ અટકાતા રહીશોમાં રોષ ફેલાયો છે. ત્યારે ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીના એક્સ્યુકીટીવ એન્જિનિયર દ્વારા ગ્રાહકોને ઉધ્ધત ભર્યો જવાબ તેમજ અભદ્ર વર્તન કરાતા બુધવારે વહેલી સવારે વીજ કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને રહીશોએ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત સમસ્યાનું નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆતો કરી હતી.

etv bharat
ડભોઈમાં અનેકવાર વીજ પુરવઠો ખોરવાતાં રહીશોમાં રોષ,સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
author img

By

Published : Sep 23, 2020, 8:23 PM IST

વડોદરા : ડભોઇ તાલુકા સહિત નગર વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. એક તરફ સરકાર ખેડૂતો અને નાગરીકોને 24 કલાક વિજળી મળશે તેવી જાહેરાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપનીના વહીવટને પગલે છેલ્લા એક માસથી તાલુકા અને નગરના લોકોને વારંવાર વીજ પ્રવાહ અટકાવવાને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો ખેતીમાં અને રહીશોને ગરમી તેમજ અંધારામાં રહેવું પડતું હોવાથી તો સાથે સાથે હાલ ઉકળાટને પગલે વીજ પ્રવાહ ખોટકાતા છેલ્લા એક માસથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

etv bharat
ડભોઈમાં અનેકવાર વીજ પુરવઠો ખોરવાતાં રહીશોમાં રોષ,સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

જ્યારે આ અંગેની વીજ કચેરીના અધીકારીઓને ટેલીફોનિક તેમજ અન્ય રીતે રજૂઆતો કરવા જતાં લોકોને ઉધ્ધતાઈભર્યું વર્તન તેમજ કચેરીના અધીકારીઓ અપશબ્દોનો ઉપયોગ કરી ભયભીત કરતાં હોય છે. જેને પગલે આજે સાંઠોદ, વઢવાણા સહિત અનેક ગામના ખેડૂતો અને રહીશો ડભોઈ વેગા રોડ પર આવેલી વીજ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. જ્યારે રજૂઆતો કરવા તાલુકાના એક્સ્યુકીટીવ એન્જિનિયર કે.એમ.સોની સમક્ષ ગયા ત્યારે તેના અભદ્ર વર્તનથી લોકો રોષે ભરાયા હતા.

કે.એમ.સોનીએ લોકોને મેંટેનન્સની કામગીરી ચાલી રહી હોવાનું બહાનું બતાવ્યું હતું. આમ તો વરસાદી સિઝન ચાલુ થતાં પૂર્વે મેંટેનન્સની કામગીરી કરવાની હોય છે. પણ તે ન થતાં તેમણે જણાવ્યું હતું કે યોગ્ય કામ ન કરેલા કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. છેલ્લા એક માસથી વીજ પ્રવાહ અવાર નવાર બંધ રહેતા ખેડૂતો સહિત વિસ્તારના રહીશોની મુશ્કેલી હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.