પોલીટેક્નિકના વિદ્યાર્થીઓ માટે આ ઇવેન્ટ ઘણી મહત્વની છે. પોલીટેક્નિક છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ટેકક્ષેત્ર નામની રાષ્ટ્રીય ઇવેન્ટ ચાલતી આવે છે. જોકે આ વર્ષે આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જોકે આ નેશનલ લેવલની આ ઇવેન્ટમાં તોડફોડ કરવામાં આવી છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે NSUI દ્વારા પોલીટેક્નિકમાં થયેલી તોડફોડની આ ઘટનાને વખોડી કાઢી હતી.
ગુરૂવારના યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સુત્રોચ્ચાર સાથે યોગ્ય પગલાંની માગ કરવામાં આવી હતી. આ સમગ્ર તોડફોડ મામલે યોગ્ય કમિટી રચીને યોગ્ય પગલાં ભરી તપાસ કરવાની માગ NSUI દ્વારા કરવામાં આવી હતી. જોકે આ મામલે NSUI દ્વારા VCને રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે VC દ્વારા કડક પગલાંની લેવાની બાંહેધરી આપી હતી.