ETV Bharat / state

હવે ટીકીટ વગર પણ પ્લેનમાં જમી શકાશે, રાજ્યની પ્રથમ હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટનો વડોદરામાં પ્રારંભ

વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે. હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ(Highfly Aircraft Restaurant)નો વડોદરામાં શુભારંભ થયો છે. વડોદરા(Vadodara) શહેર નજીક તરસાલી બાયપાસ લીજેન્ડ હોટલની બાજુમાં થયો છે. હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ન્યુઝીલેન્ડમાં શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આકા, પંજાબના લુધીયાણા, હરીયાણાના મોરી સહીતના દુનિયાના આંઠ જેવા શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે.

હવે ટીકીટ વગર પણ પ્લેનમાં જમી શકાશે, રાજ્યની પ્રથમ હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટનો વડોદરામાં પ્રારંભ
હવે ટીકીટ વગર પણ પ્લેનમાં જમી શકાશે, રાજ્યની પ્રથમ હાઇફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટનો વડોદરામાં પ્રારંભ
author img

By

Published : Oct 23, 2021, 8:54 PM IST

  • વડોદરાની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે
  • 102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનનો સ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા
  • હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં વિવિધ ફુડની મસ્ત મજા માણી શકાશે

વડોદરાઃ હવે વડોદરા(Vadodara) તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ(Highfly Aircraft Restaurant)માં જમવાનો આનંદ ઉઠાવી શકશે. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર તમામ જે એરક્રાફ્ટમાં સુવિધાઓ હોય છે તેવી સુવિધાઓ આપવામાં આવેલ છે. 102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનના સ્વાદનો આહ્લાદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટીનેન્ટલ, ઈટાલીયન, મેક્સીકન તેમજ થાઈ ફુડ(Vadodara Food)ની પણ મજા પરિવાર સાથે માણી શકાય તેવી સુવીધા છે, હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલ હોવાને છે. આ રેસ્ટોરન્ટ મોડી રઢિયાળી રાત્રી સુધી ભોજનના સ્વાદ(taste of food Vadodara)નો ઉલ્લાસ લઈ શકો છો.

હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ વિશે...
રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. આ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય વિતી ગયો હતો, જેને કારણે તેનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો. આ એરક્રાફ્ટની મશીનરી ચેન્નાઈની એક એવીએશન કંપની પાસેથી એરક્રાફ્ટની બોડી ખરીદી હતી અને તેનું સંપૂર્ણ ઈન્ટીરીયર બોડીને વડોદરા ખાતે લઈ આવ્યા બાદ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એરક્રાફ્ટ રેસ્ટોરન્ટને ઓરીજનલ એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવવામાં આવ્યું છે. જેથી જે પણ પરિવાર એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જમવા આવે તો તેમને એરક્રાફ્ટની અંદર તેઓ જમ્યા છે એવું ફીલ થાય એ રીતનું બનાવવામાં આવ્યું છે.

હવે ટીકીટ વગર પણ પ્લેનમાં જમી શકાશે

જાણવા મળ્યું છે કે, વડોદરા વાસીઓ તેમજ આજુબાજુનાં રહીશો અચૂક એક વખત અવશ્ય મુલાકાત લેશે, તેમજ સામાન્ય વ્યક્તિને પોસાય તે રીતના વ્યાજબી ભાવે રાખેલ છે. હાઇફ્લાય રેસ્ટોરેન્ટ તરસાલી બાયપાસ, કપુરાઇ અને તરસાલી બ્રિજ પાસે, વડોદરામાં આવેલી છે.

આ પણ વાંચોઃ બાળકોને કોરોના રસી આપવા જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી ડેટા મેળવાશે, 15 દિવસમાં તમામ બાળકોને વેક્સિનેટ કરવાનો લક્ષ્યાંક

આ પણ વાંચોઃ દેશમાં પ્રથમ વખત IVF ટેકનીક દ્વારા ભેંસે પાડાને આપ્યો જન્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.