ETV Bharat / state

Vadodara News: ડભોઇ નગર પાસે નવા ત્રણ ઓવર બ્રિજ મંજૂર છતાં લોકો હેરાન-પરેશાન

વડોદરામાં ડભોઇ નગર પાસે નવા ત્રણ ઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે. આમ છતાં ગોકળગતિએ કામગીરી થઇ રહી છે. કામગીરી અટકવાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. ખાસ કરીને રસ્તા વચ્ચે રેતી અને અન્ય સામાન પડી રહેવાને કારણે રસ્તો ક્યારે બનશે એ પ્રશ્ન લોકો ઊઠાવી રહ્યા છે.

Vadodara News: ડભોઇ નગર પાસે નવા ત્રણ ઓવર બ્રિજ મંજૂર છતા લોકો હેરાન

author img

By

Published : Feb 8, 2023, 2:02 PM IST

ડભોઇ નગર પાસે નવા ત્રણ ઓવર બ્રિજ મંજૂર છતા લોકો હેરાન

વડોદરા: સરકાર વિકાસના નામે પ્રચાર તો કરી લે છે. પરંતુ જયારે કામની વાત આવે ત્યારે મહિનાઓ સુધી આ કામને કોઇ હાથમાં લેતું નથી. વાંધો તો તેમાં પણ નથી. પરંતુ થોડું કામ કરી કામને પડ્તું મૂકી દેવામાં આવે છે અને કામ રઢું પડે છે. આખરે છેલ્લે લોકોને હેરાન થવાનો વારો આવે છે. સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા લોકોની સુખાકારી અને સુગમતા અર્થે તેમજ સમયનો બચાવ થાય. ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે ફાટક મુક્ત અભિયાનની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો Sayaji Hospital Vadodara: ઑક્સિજન સિલિન્ડર સાથે સીડી ચઢવાનો વારો આવ્યો, પેશન્ટ પરેશાન

રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ: જે અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં રેલવે લાઈન ઉપર ત્રણ જેટલા ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ ડભોઇથી ચાણોદ જવાનો માર્ગ ઉપરના બ્રિજનું કામ કોઈક કારણોસર છેલ્લાં થોડાં સમયથી આ બ્રિજની કામગીરી અટકી છે. ડભોઇથી યાત્રાધામ ચાંદોદ તરફ જવાના માર્ગ ઉપર રોજિંદા હજારો સંખ્યામાં રાહદારીઓ પોતાનાં વાહનો સાથે અવરજવર કરતા હોય છે.

રાહદારીઓને તેનો ભોગ: આ સત્તાધીશ અધિકારીઓની ગૂંચના કારણે રાહદારીઓને તેનો ભોગ બનવું પડે છે. એટલું જ નહીં પરંતુ આ રોડ ઉપર અકસ્માતના પણ બનાવો સતત બનતાં હોય છે. આ માટે મધ્ય ગુજરાત વીજ કંપની અને આરએનબી વિભાગે તાત્કાલિક ધોરણે આ કામને પૂર્ણ કરવું જોઈએ. જન સુખાકારી માટેનાં કામોને તત્કાળ ધોરણે પ્રાધાન્ય આપવું જોઈએ તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.

આ પણ વાંચો US Consulate General Visit Vadodara: વિઝાની ખાસ વ્યવસ્થા અંગે ખાતરી આપતા અમેરિકી અધિકારી

મન મક્કમ બનાવી દીધું: તંત્રની આવી નિષ્ક્રિયતાને કારણે આ સમગ્ર કામગીરી તેમજ વિકાસના કામો અટકી ન જાય તે માટે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને ટેલીફોનિક રજૂઆત કરી હતી. તાત્કાલિક કામગીરી કરવા માટે આદેશો પણ આપ્યા હતા. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ આંખ આડા કાન કરતા અને વિકાસના કામમાં અડચણ ઊભું કરતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ હવે ડભોઇ ધારાસભ્ય શૈલેશ મહેતાએ આ અંગે સરકારમાં રજૂઆત કરવા માટે મન મક્કમ બનાવી દીધું છે. ટૂંક જ સમયમાં જો આ કામ પુનઃ શરૂ ન થાય તો તેઓ પણ સરકારમાં આ અંગે ધારદાર રજૂઆત પણ કરશે.

કામ બંધ હાલતમાં: હાલમાં ડભોઈનગરમાં ત્રણ જેટલા બ્રિજ મંજૂર કરવામાં આવે છે. જેમાં ડભોઈથી ચાંદોદ જવાના માર્ગ ઉપર મધ્ય ગુજરાત વીજ કંપનીના વાયરો થાંભલા હટાવવા માટેની કામગીરી કરવાની થાય છે. જેમાં ખાસ કરીને મંડાળા તરફ જતાં એગ્રીકલ્ચર ફીડરના કેબલો હટાવવાના થાય છે. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની બેદરકારી કારણે આ ઓવર બ્રિજનું કામ અટકી પડેલ છે.

મુશ્કેલી વધીઃ આ બાબતની રજૂઆતને લઈને આર.એન.બી વિભાગના અધિકારીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ કોઈપણ જાતની કાર્યવાહી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી નથી. જેને કારણે બ્રિજનું કામ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું હતું. જેથી રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.