વડોદરા: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નાતાલની ઉજવણી પૂર્વે સાંતાક્લોઝના વેશમાં વધામણાં આપવા ગયેલી એક મહિલા સહિત 4 વ્યક્તિ પર કેટલાક માથાભારે યુવકોએ 'આ હિન્દુ વિસ્તાર છે' એમ કહીને હુમલો કર્યો હતો હુમલામાં એક વ્યક્તિને હાથમાં ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ક્રિશ્ચિયન સમાજના અગ્રણીઓએ પહોંચી અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો 'ઘરે મોડો આવીશ' કહીને જનારો પોલીસકર્મી ઘરે પરત જ ન ફર્યો, અજાણ્યા શખ્સો હત્યા કરી રફૂચક્કર
સાન્તાક્લોઝ પર હુમલો: મોડી રાત્રે નાતાલ પૂર્વે મકરપુરા વિસ્તારની સોસાયટીમાં રહેતા ખ્રિસ્તી પરિવારના નિવાસસ્થાને શશિકાંત સાન્તાક્લોઝની વેશભૂષા ધારણ કરી વધામણાં આપવા ગયા હતા. તેમની સાથે ખ્રિસ્તી સમાજના કેટલાક અગ્રણીઓ પણ એનાં વધામણાંની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ શાંતિપૂર્ણ રીતે ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઉજવણી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક કેટલાક માથાભારે ઈસમોનું ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને ખ્રિસ્તી વધામણાંની ઉજવણી રોકી દીધી હતી. તેમજ સાંતાક્લોઝ પર હુમલો કર્યો હતો. આ ઉજવણીમાં ભાગ લેનારા તમામને ધમકી આપી હતી કે આ વિસ્તાર હિન્દુઓનો છે. જેથી અહીં તમારે આ પ્રકારની ઉજવણી કરવાની નથી એમ કહી હુમલો કર્યો હતો.
ફરિયાદ નોંધાઈ: હુમલોમાં સામસામે ઝપાઝપીમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી હુમલાખોરોએ ફાધરનાં કપડાં પણ ફાડી નાખ્યા હતા. મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો જૂનાગઢમાં અશાંત ધારો લગાવો, સિનિયર ધારાશાસ્ત્રીની સરકારને માગ
રેવ માર્ટિન પ્રિટ્રિશને જણાવ્યું હતું કે -મકરપુરા અવધૂત સોસાયટીમાં અમારા મેથોડિસ ચર્ચનાં ખ્રિસ્તી ભાઇઓ અને બહેનો નાતાલનાં વધામણાં માટે ગયાં હતાં એ સમયે ખ્રિસ્તી સમાજના મેથોડિસ મંડળના અગ્રણી સહિત ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમે ખ્રિસ્તી સમાજના ઘરે પ્રેયર માટે જઈએ છે. મોડી રાત્રે સોસાયટીમાં ગયા હતા એ સમયે 30થી 35 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવા માટે કોણ આવ્યું હતું એની ખબર નથી.