વડોદરા: વડોદરાના ડભોઇમાં ગુમ થયેલી મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરી મહારાષ્ટ્ર હોવાની આધારભૂત સૂત્રો પરથી માહિતી મળી રહી છે. તારીખ 16થી ગુમ થયેલી આ મહિલા કોન્સ્ટેબલને પોતાના પિતાએ પોતાની દીકરી ગુમ થઇ હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે આજે માહિતી મળી રહી છે કે આ મહિલા કોન્સ્ટેબલ મહારાષ્ટ્રમાં સદ્દામ નામના યુવક સાથે હોવાની માહિતી પોલીસ સૂત્રો દ્વારા મળી રહી છે. પોતાનો પરિવાર આ બાબતને લઈ હાલમાં લવ જેહાદની આશંકા વ્યક્ત કરી છે.
પરિવારની લવ જેહાદની આશંકા: વડોદરાના ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાતા મહિલા કોન્સ્ટેબલ ગત તારીખ 16 થી ગુમ થયા હોવાની માહિતી પોતાના પિતાએ પોલીસ મથકમાં નોંધાવી હતી. ત્યારબાદ પોતાની બહેનને મણીબહેને મેસેજ કર્યો હતો કે હું વિદેશ જઈ રહી છું પરંતુ હાલમાં આ મહિલા કોન્સ્ટેબલ પાસે કોઈ પાસપોર્ટ નથી તો વિદેશ ક્યાંથી જઇ શકાય અને આ બાબતને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કોન્સ્ટેબલ મણી ચૌધરીનો મોબાઇલ મહારાષ્ટ્રથી લોકેટ થયો હોવાની માહિતી પોલીસને મળતા તેઓ મહારાષ્ટ્ર હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે. સાથે કાયાવરોહણનો સદ્દામ નામના યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ બંનેના લોકેશન એક સાથે મળતા હોવાની જાણકારી હાલ સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. પોતાના પરિવારે લવ જેહાદની આશંકા વ્યક્ત કરી છે.
વડોદરા ગ્રામ્યની અલગ અલગ ટીમો જોડાઈ: મહિલા કોન્સ્ટેબલના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વડોદરા શહેર ગ્રામ્યની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બંનેના લોકેશન મહારાષ્ટથી મળી આવ્યા હોવાની જાણકારી મળતા એક ટીમ મહારાષ્ટ્ર રવાના થઈ હતી. એક લકઝરી બસમાંથી બંનેને પોલીસે ઝડપી પાડ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. હાલમાં આ બંને એકબીજા સાથે કેટલા સમયથી સંપર્કમાં હતા અને તેઓ બંને એકસાથે ગયા હતા કે કેમ તે અંગે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.
કઈ રીતે સંપર્કમાં આવ્યા: ડભોઇ મહિલા કોન્સ્ટેબલ જ્યારે કાયાવરોહણ ખાતે ફરજ બજાવતા હતા ત્યારે ત્યાં પોલીસ મિત્ર સદ્દામ નામનો યુવકના સંપર્કમાં આવ્યા હતા અને તેઓ છેલ્લા સાત આઠ મહિનાથી એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. આ બંને વચ્ચે મૈત્રી કરાર થયો હોય તેવી પણ વાત સામે આવી છે. આ બંને પર્ણિત હોવાની પણ માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. હાલમાં પોલીસે મહારાષ્ટ્ર થી બંનેને ઝડપી પાડ્યા છે તેવી આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.