ETV Bharat / state

Vadodara : વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ કોલ્હાપુરથી ઝડપાય, લવ જેહાદના હોબાળાનો અંત - Vadodara female constable heterosexual lover

ડભોઈથી ગુમ થયેલા (Vadodara Lady Constable missing) મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી સાથે કોલ્હાપુરથી ઝડપી પાડી છે. પોલીસે કાઉન્સેલિંગ કરી તેઓનાં પરિવારને સોંપી દેતા લવજેહાદના હોબાળાનો અંત આવ્યો છે. (Love Jihad case in Vadodara)

Vadodara : વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ કોલ્હાપુરથી ઝડપાય, લવ જેહાદના હોબાળાનો અંત

author img

By

Published : Jan 21, 2023, 10:36 AM IST

વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ કોલ્હાપુરથી ઝડપાય

વડોદરા : છેલ્લા કેટલાક દિવસ પહેલાં ડભોઈથી નોકરીએથી છૂટયા બાદ આઠ દિવસની રજા મૂકી ગુમ થયેલાં મહિલા કોન્સ્ટેબલ વિધર્મી પ્રેમી સાથે કોલ્હાપુરથી ઝડપી પાડી છે. પોલીસ તેઓને ડભોઇ ખાતે લઈ આવી હતી. તેમજ કાઉન્સેલિંગ કરી તેઓના પરિવારને સોંપી દેવાયા હતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હતો.

શું હતો સમગ્ર મામલો : મળતી માહિતી અનુસાર ગુમ થતાં પહેલાં મહિલા કોન્સ્ટેબલે પોતાની મોટી બહેનને 'હું મારી મરજીથી વિદેશ જઉં છું' એવો મેસેજ મોકલીને ગુમ થયા હતાં. બાદમાં ડભોઈ પોલીસ મથકમાં નોકરી કરતા આ મહિલા કોન્સ્ટેબલને વિધર્મી પ્રેમી સદામ ગરાસિયા સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ડભોઈ પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસ મોડી રાત્રે બંનેને ડભોઈ ખાતે લાવી હતી. ડભોઈ ખાતે બંનેને લવાયા બાદ તેઓને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.

આ બનાવમાં લવજેહાદનું રૂપ અપાયું હતું : ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ તેના મિત્ર સદ્દામ ગરાસીયા સાથે ભાગી ગઈ હોવાની વિગતો સપાટી ઉપર આવતા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ બાબતે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ આ બનાવને લવ જેહદાનું રૂપ આપાતા ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર જિલ્લામાં આ મહિલા પોલીસ કોન્સટેબલના આ પ્રેમ પ્રકરણે ભારે ખળભળાટ મચાવ્યો હતો.

આ પણ વાંચો : પંજાબના રોપરમાં ભાખરા કેનાલમાં કાર ખાબકતા 5ના મોત, 2 બાળકો પાણીમાં ગૂમ

પોલીસે બન્નેને તેમનાં પરિવારજનોને સોંપી દીધા : આ બંને ઝડપાયા બાદ પોલીસે બંનેના પરિવારજનોને બોલાવ્યા હતાં. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. પરિણામે ગણતરીના કલાકોમાં જ આ બંનેને મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ઝડપી પાડ્યા હતા. બંનેને મોડી રાત્રે ડભોઇ પોલીસ મથકમાં લવાયા હતા. બીજી બાજુ બંનેનાં પરિવારજનોને પણ પોલીસ મથકે બોલાવી લેવામાં આવ્યા હતા. આ બંનેનું કાઉન્સેલિંગ કરી સુખદ અંત લાવી તેઓનાં પરિવારજનોને સોંપી દેવાયાં હતાં.

આ પણ વાંચો : મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી 3 દિવસથી ગૂમ, પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ

બંને ઝડપાયા બાદ પરિવારજનને સોંપ્યાં બાદ ચર્ચાઓનો અંત : આ દરમિયાન પોલીસે દ્વારા બંનેને તેઓના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. પોલીસે મહિલા કોન્સ્ટેબલને તેમના પરિવારજનોને હેમખેમ સોંપતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો અને પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. આમ, છેલ્લા એક અઠવાડિયાથી ચર્ચાના ચગડોળે ચઢેલા આ બનાવનો અંત આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.