- કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને લેવામાં આવ્યો નિર્ણય
- કરનાળીમાં સ્વૈચ્છિક લોકડાઉન હોવાથી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
- હાલમાં રોજ સેંકડો લોકો મૃતકોના અસ્થિ વિસર્જન કરવા આવી રહ્યા છે
વડોદરા: ગુજરાતમાં કોરોનાના કેસો વધતા મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે નર્મદા કિનારે મૃતકોના અસ્થિ વિસર્જન માટે લાઈનો પડી રહી છે. નર્મદા કિનારે અસ્થિ વિસર્જન કરવા રાજ્યભરમાંથી રોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી કરનાળી જૂથ ગ્રામ પંચાયતે બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન કરવા આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવીને ગામ બહારના લોકો માટે પ્રવેશ બંધ કરી દીધો છે.
![કરનાળી ખાતે નર્મદા તટે અસ્થિ વિસર્જન કરવા પર પ્રતિબંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-vadodara-dabhoi-karnadi-asti-visarjan-par-pratiband-videostory-gjc1004_29042021171538_2904f_1619696738_615.jpeg)
કોરોનાએ અસ્થિ વિસર્જનની આસ્થા છીનવી
કરનાળી જૂથ ગ્રામ પંચાયતે જાહેર જનતાને અપીલ કરી છે કે, કોરોનાનો વધુ ફેલાવો ન થાય તે માટે કરનાળી ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગામ બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિવિસર્જન કરનારાઓએ કરનાળી ગામમાં પ્રવેશ કરવો નહીં. આ નિર્ણયથી મૃત્યુ બાદ પવિત્ર નર્મદા નદીમાં અને ત્રિવેણી સંગમ ચાંદોદ- કરનાળી ખાતે અસ્થિ વિસર્જનની આસ્થા પણ કોરોનાએ છીનવી લીધી હોવાનો અહેસાસ થાય છે.