વડોદરા: વડોદરા જિલ્લા એસઓસી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક રાજસ્થાનથી આવતી ટ્રકમાં મોટી પ્રમાણમાં અફીણના પોષડોડાનો જથ્થો વડોદરામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમે દુમાર ચોકડી નજીક વેમાલી ગામ પાસે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન ચોક્કસ બાતમી વાળી રાજસ્થાન પાર્સિંગની ટ્રક આવી પહોંચી હતી. જેમાં મોટી માત્રામાં અફીણના પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે કાર્યવાહી: રાજસ્થાન પાર્સિંગની ટ્રક નંબર RJ -27- GB -3135 જે વડોદરા તરફ આવી રહી છે જેમાં મોટી માત્રામાં અફીણના પોષડોડાનો જથ્થો લાવી રહ્યા છે. જેથી જિલ્લા એસઓજીની ટીમે દુમાર ચોકડી પાસે વોચ ગોઠવવી હતી અને ચોક્કસ બાતમી વાળી ટ્રક આવી પહોંચતા તેને કોડૅન કરી તેની તપાસ કરતા તેમાં 134 બેગ મળી આવી હતી. જેમાં 2200 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
લાખોનો મુદ્દામાલ કબ્જે: પોષડોડાની 134 નંગ બેગ જેમાં કુલ 2200 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા 68 લાખ અને એક ટ્રક જેની કિંમત રૂપિયા 12 લાખ આમ કુલ ₹ 80 લાખનો મુદ્દા માલ વડોદરા જિલ્લા એસઓસીની ટીમે કબજે કર્યો હતો. જે બાદ મુદ્દામાલનું વજન અને શીલ કરી કિંમતનું આંકલન કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ દાખલ: આજરોજ દુમાર ચોકડી નજીક વેમાલી ગામ પાસેથી વડોદરા જિલ્લા એસ.ઓ.જીની ટીમે મોટી માત્રામાં પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેને મંજુસર પોલીસ સ્ટેશન ખાતે લાવી ઝડપાયેલ મુદ્દામાલના સેમ્પલ લઇ તમામ મુદ્દા માલ સીલ કર્યો હતો. આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો. તેની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ટ્રક ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.