વડોદરા હાલોલ રોડ ઉપર આમલીયા ગામે જી.ઈ.બી.સબ સ્ટેશન પાસે LCBએ વોચ ( Vadodara Police Vigilance ) ગોઠવી હતી. મોડી રાત્રે વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને દારુની હેરફેરની ચોક્કસ બાતમી મળી હતી. તે બાતમીના આધારે બાતમીના વર્ણન મુજબની ટ્રક આવી પહોંચતા તેની તલાસી લેતા તેમાં રૂપિયા 59,10,000ની કિંમતનો ( large quantity of liquor seized ) ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં દારૂ લઈને જઈ રહેલા ( Liquor Trafficking ) બે ઈસમોની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ કરતા આ દારૂનો જથ્થો ગાંધીધામ કચ્છ ખાતે લઈ જવાતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
મોટી માત્રામાં દારુનો જથ્થો ગાંધીધામ જવાતો હતો વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષીને (Gujarat Assembly Election 2022 ) દારૂની રેલમછેલ થવાની દહેશતના પગલે વોચ ગોઠવાઇ હતી ત્યારે આ ટ્રકમાંથી 985 પેટી જેમાં 11,820 બોટલો જેની કિંમત 59,10,000 નો મોટો મુદ્દામાલ ( large quantity of liquor seized ) કબજે કર્યો હતો. માહિતીના આધારે એલસીબીના પી.એસ.આઇ. એ.એમ. પરમાર તથા સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, શક્તિસિંહ, સિદ્ધરાજસિંહ, કનુભાઇ અને બળદેવસિંહ સહિતના સ્ટાફને આમલીયારા ગામ પાસે વોચમાં ( Vadodara Police Vigilance ) ગોઠવી દેવામાં આવી હતી. તે સમય દરમિયાન બાતમીવાળી ટ્રક આવી પહોંચતા તેને કોડૅન કરી ટ્રકની તલાસી લેવાતાં ઢાકેલી તાડપત્રી નીચેથી 985 પેટી દારૂની પેટીઓ મળી ( Liquor Trafficking )આવી હતી.
એલ.સી.બીના જવાનોએ કરેલી ચુસ્ત કાર્યવાહી વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વિધાનસભાની ચૂંટણીઓમાં નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે જિલ્લા પોલીસવડા દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ કરવા તેમજ નાકાબંધી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલોલ-વડોદરા રોડ ઉપર પેટ્રોલિંગમાં ( Vadodara Police Vigilance ) હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી તે મુજબ દારૂ ભરેલી એક ટ્રક ગોધરા તરફથી વડોદરા થઈને ગાંધીધામ-કચ્છ તરફ જવાની છે.
બે આરોપીની ધરપકડ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી ટ્રક ( Liquor Trafficking )કબજે કરવા સાથે ટ્રકના ડ્રાઇવર તાજારામ ભગારામ પુનિયા જાટ રહે. અરણીયાલી ગામ, જિલ્લો બાડમેર, રાજસ્થાન અને રાવતારામ શેરારામ બાના જાટ રહે. મોતીહેરી , કેકર,તા.સેવડા,જિલ્લો બાડમેર, રાજસ્થાનની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ઝડપાયેલા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થાની કિંમત રૂપિયા 59,10,009, મોબાઇલ ફોન -૨ જેની કિંમત 15,000 તથા ટ્રક-૧ જેની કિંમત 10,00,000 તાડપત્રી નંગ 1 જેની કિંમત 1000 આમ બધાં મળી કુલ રૂપિયા 69,26000 નો ( large quantity of liquor seized ) મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોપીની વધુ પૂછપરછ ઝડપાયેલા આરોપીની વધુ પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો હરિયાણાના રાજુ જાટે ભરાવ્યો હતો અને ગાંધીધામ-કચ્છ ખાતે લઈ જવામાં આવતો હતો. ગાંધીધામ ખાતે પહોંચીને રાજુ જાટને ફોન કરવાનો હતો ફોન કરાયા બાદ તેઓ આગળના સ્થળનું લોકેશન જણાવશે તેવું કહયું હતું. તે મુજબ આ દારૂનો જથ્થો ત્યાં પહોંચાડવાનો હતો. આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પ્રોહીબીશન એક્ટની કલમો મુજબનો ગુનો દાખલ કરીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જેથી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ( Liquor Trafficking ) ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.