વડોદરા: અમરનાથ યાત્રામાં વડોદરાના 32 વર્ષીય યુવક ગણેશ કદમનું હાર્ડ એટેકના કારણે મોત નિપજતા આજે તેઓના મૃતદેહને શ્રીનાગરથી કાર્ગો મારફતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. બાદમાં બાય રોડ વડોદરા ખાતે ફતેપુરા પીતાંબર ફળિયામાં નિવસ્થાને લાવવામાં આવ્યો હતો. આ યુવકનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, તો મિત્ર વર્તુળ અને હિતેચ્છુઓમાં પણ ગમગીની ફેલાઇ હતી. આ યુવકને પરિવારમાં ટ્વીન્સ બે બાળકો અને પત્ની છે જે હવે પોતાના પતિ અને પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે. યુવકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
યાત્રા દરમ્યાન તબિયત લથડી: અમરનાથ યાત્રામાં દર વર્ષે હજારો ભાવિ ભક્તો દર્શનાર્થે જતા હોય છે, ત્યારે વડોદરાથી ગત સપ્તાહમાં જ એક વૃદ્ધ વેમાલિના યાત્રીનું મોત નીપજ્યું હતું. ફરી એકવાર વડોદરાના યુવકનું અમરનાથ યાત્રા દરમિયાન અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ યુવક ગૌરક્ષક સમિતિ સાથે સંકળાયેલ હતો અને તે 10 લોકોનું ગ્રૂપ અમરનાથ યાત્રા માટે ગયા હતા. દરમ્યાન અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
'વડોદરાના ફતેપુરા વિસ્તારના પિતામ્બર ફળિયામાં રહેતા ગણેશ કદમ જમ્મુ ખાતે ભંડારામાં પણ આવ્યા હતા અને ત્યાંથી પહેલગામમાં રોકાયા હતા. જ્યાં તેમની તબિયત અચાનક લથડી હતી. જેથી તેમને સારવાર માટે પહેલગામ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. તેમનું હૃદય અચાનક જ આઘાત સાથે બંધ થતાં થઈ જતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આજે તેમનો મૃતદેહ કાર્ગો મારફતે અમદાવાદ અને ત્યાંથી તેમના વડોદરા સ્થિત તેમના ઘરે લાવવામાં આવે છે, અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ.' -મિલિંદ વૈદ્ય, પ્રમુખ, માં શિવાની રંગ અમરનાથ ચેરીટેબલ ટ્રસ્ટ
બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી: શહેરમાં વહેલી સવારે જ ગણેશ કદમનો મૃતદેહ આવતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો તેઓના ઘરે એકઠા થયા હતા. હાલમાં ગણેશ કદમના પરિવાર પર મોટી આફત આવી છે, જેમાં પરિવારમાં બે નાના બાળકોમાં એક પુત્રી અને એક પુત્ર બંને ટ્વીન્સ છે અને આ બંને ધોરણ એકમાં અભ્યાસ કરે છે. હાલમાં તેઓના મૃતદેહને વડોદરા લાવવા માટે સાઈન બોડ દ્વારા કોઈ મદદ કરી કરવામાં અવાઈ ન હતી કારણ કે તેઓનું ઓફિશિયલ રજિસ્ટ્રેશન થયું ન હતું. આ સંપૂર્ણ ખર્ચ વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર અને ગૌરક્ષક સેવા સમિતિના પ્રખર કાર્યકર સચિન પાટડીયા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. હાલમાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગણેશ કદમ એલ્યુમિનિયમ સેક્શનના વ્યવસાય અને ગૌરક્ષક સેવા સમિતિના કાર્યકર હતા.