- કરજણના માનપુર ગામે સમડાના ઝાડ પરથી કંકુ પડતાં કુતુહલ
- કંકુના પગલાં મંડાતાં શ્રદ્ધાની લહેર ફેલાઈ
- ગ્રામજનો દર્શનાર્થે ઉમટ્યા
વડોદરાઃ કરજણ તાલુકાના માનપુર ગામે સમડાના ઝાડ પરથી કંકુ પડતાં કુતુહુલ સર્જાયું હતું. આ વાત વાયુ વેગે પ્રસરતાં શ્રદ્ધાની લહેર ફેલાઈ ગઈ હતી અને ગ્રામજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
![karjan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:19:34:1605952174_gj-vdr-rural-03-karjan-zaadmathikankupadyu-videostory-gj10042_21112020145143_2111f_1605950503_625.jpg)
![kanku](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:19:35:1605952175_gj-vdr-rural-03-karjan-zaadmathikankupadyu-videostory-gj10042_21112020145143_2111f_1605950503_785.jpg)
વર્ષો જુના સમડાના વૃક્ષ પરથી પ્રથમ વાર કંકુ અને પગલાં પડવાની ઘટના બની
કરજણના માનપુર ગામે એક સમડાના ઝાડ પરથી એકાએક કંકુ પડવા લાગ્યું હતું. ત્યારબાદ જાણે કે કોઈ ચાલીને જતું હોય તેમ કંકુના પગલાં પડતા સ્પષ્ટ દેખાતા લોકોમાં ભારે કુતુહુલ સર્જાયું હતું. આ ચમત્કારિક બનાવ ને પગલે આસપાસના ગ્રામજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જેમાં માનપુર તથા આજુબાજુના ગામેથી આવેલા લોકોએ માતાજીનો પરચો હોવાનું જણાવ્યું હતું. જેથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડતાં શ્રદ્ધાની લહેર ફેલાઈ હતી.
![tree](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:19:37:1605952177_gj-vdr-rural-03-karjan-zaadmathikankupadyu-videostory-gj10042_21112020145143_2111f_1605950503_1081.jpg)