વડોદરા ભારતીય રેલવે IRCTC તરફથી નવા વર્ષના પ્રારંભે શિયાળામાં યાત્રાધામના દર્શન માટે વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે દક્ષિણ ભારતના યાત્રાધામના દર્શન કરવા માટે વિશેષ સુવિધા પૂરી પાડતી સ્વદેશ દર્શન ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ અંગે રિજનલ મેનેજર વાયુનંદ શુક્લાએ વિશેષ રૂટની ટ્રેનની માહિતીથી લોકોને અવગત કર્યા હતા. આ ટ્રેનનો પ્રારંભ રાજકોટથી 24 જાન્યુઆરીથી થશે.
આ પણ વાંચો અમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે
9 દિવસનું વિશેષ પેકેજ IRCTCએ ભારતના યાત્રાધામના દર્શન કરાવતા રૂટ પર વિશેષ ટ્રેન શરૂ કરી છે. દક્ષિણ અને ઉત્તરના યાત્રાધામ માટે 9 દિવસનું પેકેજ ધરાવતી ટ્રેનોનો પ્રારંભ કરાયો છે. આ માટે વિવિધ ક્લાસમાં પેકેજ પણ રાખવામાં આવ્યા છે. ઉપરાંત ટ્રેન ટિકીટ, ભોજન, ચા-નાસ્તો, પરિવહન માટે બસ, ધર્મશાળામાં આવાસ, કોચ સિક્યોરિટી સહિતની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે.
અહીંથી પસાર થશે ટ્રેન વિશેષ યાત્રાધામ દર્શન માટે શરૂ કરવામાં આવેલી આ ટ્રેન રાજકોટથી નીકળશે અને યાત્રાધામોના દર્શન કરી રાજકોટ પરત ફરશે. જાન્યુઆરીમાં દક્ષિણ ભારતના રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી સહિત તિરૂપતિ જશે. જ્યારે માર્ચ મહિનામાં પૂરી, કોલકત્તા, ગંગાસાગર, વારણસી સહિત પ્રયાગરાજ રૂટ પર જશે અને પ્રવાસીઓને વિવિધ ધાર્મિક સ્થળોથી માહિતગાર કરી દર્શન કરવી યોગ્ય સુવિધા આધારિત પ્રવાસ કરાવવામાં આવશે. આ પ્રવાસ દરમ્યાન પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવા પ્રકારની યોગ્ય વ્યવસ્થા સાથે જરૂરિયાતી સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો Bullet Train : નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી લાંબો બ્રિજ
વિવિધ પ્રકારના ત્રણ પેકેજ આ અંગે માહિતી આપતા વાયુનંદન શુક્લાએ જણાવ્યું હતું કે, યાત્રાધામ દર્શન અંગે શરૂ કરવામાં આવેલી ટ્રેન રાજકોટથી 24 જાન્યુઆરીના રોજ રવાના થશે, જે રાજકોટથી વાયા સાબરમતી, વડોદરા, સુરત ,પુણે, કલ્યાણપુર થઈ રામેશ્વર સુધી લઈ જશે. આમાં દક્ષિણ ભારતના વિવિધ પ્રવાસન સ્થળો સહિતના ધાર્મિક સ્થળોને સામેલ કરાયા છે. આમાં અલગ અલગ પ્રકારના ત્રણ પેકેજ આપવામાં આવ્યા છે. જે પેકેજ વિવિધ કેટેગરી અને સાવલતોના આધારે પુરા પાડવામાં આવ્યા છે. જેમાં ટ્રેનમાં ગાઈડથી લઈ હોટેલ સુધીની વિવિધ સુવિધાઓ અને પ્રવસીઓને જરૂરિયાત પ્રમાણે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.