- કોરોના મહામારીની બીજી લહેરમાં ઓક્સિજનની અછત વર્તાઈ
- ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ ઓક્સિજન કન્સટ્રેટર દાન કરવાની જાહેરાત કરી
- ભારત દેશના ગ્રામ્ય વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સટ્રેટર દાન કરવાની જાહેરાત કરી
વડોદરા: કોરોના વાઇરસ ખૂબ જ ઘાતક પૂરવાર થઈ રહ્યો છે અને તેમાં સૌથી વધુ કોરોના સંક્રમિત તેમજ શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજનની ખુબ જરૂર પડી રહી છે, ત્યારે વડોદરા શહેરના અને ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સટ્રેટર દાન કરવાની જાહેરાત કરી છે.
ગુજરાતી ક્રિકેટરોએ પણ દેશના ગ્રામીણ વિસ્તારોની ચિંતા કરી
કોરોના સામેની લડાઇમાં સચિન તેંડુલકર સહિતના દિગ્ગજો મદદ માટે સામે આવી રહ્યા છે, ત્યારે બે ગુજરાતી ક્રિકેટરોએ પણ દેશના ગ્રામીણ વિસ્તારોની ચિંતા કરી છે અને ગ્રામ્ય વિસ્તારો માટે પંડ્યા બ્રધર્સે 200 ઓક્સિજન કન્સટ્રેટર દાન કરવાની જાહેરાત કરી છે.હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે દેશ કયા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. મેડિકલ સ્ટાફ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત જે લોકો મદદ માટે આવ્યા છે.તે લોકોનો ધન્યવાદ આપું છું.તેઓ આ કઠિન સમયમાં આગળ આવ્યા છે અને કોરોના વાઇસ સામેની લડાઇમાં દેશનો સાથ આપી રહ્યા છે.
વિદેશના ક્રિકેટરો પણ ભારતની મદદ આવી રહ્યા છે
હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, હું મારા મોટાભાઇ કૃણાલ,માતા અને આખો પરિવાર કોરોના પીડિતોને કેવી રીતે મદદરૂપ થઇ શકીએ તેનો વિકલ્પ શોધી રહ્યા છીએ. મને લાગે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઇન્ફાસ્ટ્રક્વરની વધારે જરૂર છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કન્સટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે મને લાગે છે કે મેડિકલ ઇન્ફાસ્ટ્રક્ટરને વધુ સહયોગની જરૂર છે.આપણે જાણીએ છીએ કે આ ખૂબ મુશ્કેલ સમય છે. દેશના જ નહીં પણ વિદેશના ક્રિકેટરો પણ ભારતની મદદ આવી રહ્યા છે . ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર બ્રેટ લી અને પેટ કમિન્સ પણ મોટી રકમ દાન કરી છે.બ્રેટ લીએ 41 લાખ અને કમિન્સ 37 લાખ રૂપિયા ભારતને દાન કર્યા છે.તો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર એક કરોડની રકમ દાન કરવાનો નિર્ણય કર્યો છે.