વડોદરા: પાદરા તાલુકાના આંતિ ગામમાં શાકભાજી અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા, વેપારીને પાન મસાલાની પડીકીઓ કેમ કાળા બજાર કરો છો તેવું કહીને ધમકાવીને રૂપિયા 20 હજારની માગ 5 ઈસમોએ કરી હતી. આ અસામાજિક ઈસમોએ ગલ્લામાંથી રૂપિયા 3 હજારની લૂંટ પણ કરી હતી. જે બાદ 4 ઈસમોની પાદરા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેમની કાર પણ જપ્ત કરી હતી. જોકે, 1 ઈસમ ફરાર થવામાં સફળ થયો હતો.
પાદરાના આંતિ ગામના સોકતભાઈ અલબી ગામમાં શાકભાજી અને અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, સાંજે તેઓ ગામની એક મહિલાને શાકભાજી આપતા હતા, ત્યારે એક કારમાં 4 ઈસમો તેમની દુકાનમાં ઘૂસી આવીને ધમકવતા હતા કે, અમે વડોદરા સત્યની શોધ પ્રેસમાંથી આવીએ છીએ. અમને પાદરા પોલીસે અમને ગામડે ગામડે ચેકિંગ કરવા સૂચવ્યું છે.
આ ઈસમોએ વેપારીને ધમકી આપતા કહ્યું કે, દુકાન કેમ ખૂલ્લી રાખી છે. બીડી અને પાન-પડીકીના કાળા બજાર કેમ કરે છે. આ સાથે તેમણે વેપારી પાસેથી 20 હજારની માગણી કરી હતી. આ દરમિયાન તેમની સાથે આવેલા એક ઈસમે કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી વેપારીના ગલ્લામાંથી રૂપિયા 3 હજાર લૂંટી લીધા હતા. જે બાદ વેપારીનો ફોટો પાડ્યો હતો. અન્ય એક વેપારીને ત્યાં પણ તેઓ ગયા હતા, આ અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ અને ગ્રામજનોએ કારમાં જતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં 4 ઝડપયા હતા જે પેકીનો 1 ફરાર થયો હતો, અને પાદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. નાસી છુટેલા ઈસમને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.