- વડોદરામાં એક અજાણ્યા યુવકે લગાવી મોતની છલાંગ
- અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો
- મૃતદેહ મળી આવતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા
- યુવકના મૃતદેહને SSG હોસ્પિટલ ખાતે ખસેડાયો
વડોદરા: શહેરના અલકાપુરી રેલવે ગરનાળા પાસે સુદર્શન હોટલ આવેલી છે. જે છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં છે. રવિવારે હોટલના પાંચમાં માળેથી એક અજાણ્યા યુવકે અર્ધનગ્ન હાલતમાં મોતની છલાંગ લગાવી હતી.
યુવકના વાલીવારસાની શોધખોળ હાથ ધરાઇ
યુવકને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટનાની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને SSG હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ સાથે જ પોલીસે મૃતક યુવકના વાલીવારસાની શોધખોળ હાથ ધરી હતી. તેમજ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.