- પાદરમાં ભારત બંધના એલાનની કોઈ અસર જોવા ન મળી
- ચક્કાજામ કરવા જતા કોંગ્રેસ પ્રમુખ સહિત 5ની અટકાયત
- પાદરા એપીએમસી સહિત બજારો બેરોકટોક ખૂલ્લા રહ્યા
વડોદરાઃ નવા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું હતું. વડોદરાના પાદરામાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાદરામાં બજારો ખૂલ્લા રહ્યા હતા. જ્યારે ચક્કજામનો પ્રયાસ કરતા પાંચ જેટલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
વડોદરાના પાદરામાં કોંગ્રેસે લોકોને ગુલાબનું ફૂલ આપી ભારત બંધમાં જોડાવવા કરી અપીલ ગુલાબનું ફૂલ આપી બંધમાં જોડાવા અપીલ કરતા આમ આદમી પાર્ટીના 4 કાર્યકરોની ધરપકડ ભારત બંધના આપેલા એલાનમાં વડોદરા જિલ્લાના પાદરા નગરમાં કોઈ અસર જોવા મળી ન હતી. મહત્ત્વનું ગણાતું પાદરા એપીએમસી શાક માર્કેટ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. પાદરા તાજપુરા સહિતના બજારો ખૂલ્લા રહ્યા હતા, પરંતુ ચોક્સી બજાર દર મંગળવારે બંધ રહેતું હોવાથી તે અને અન્ય આસપાસના બજારો બંધ જોવા મળ્યા હતા.
વડોદરાના પાદરામાં કોંગ્રેસે લોકોને ગુલાબનું ફૂલ આપી ભારત બંધમાં જોડાવવા કરી અપીલ પાદરા પોલીસે બંધ એલાનના કોંગ્રેસના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો
વડોદરાના પાદરામાં કોંગ્રેસે લોકોને ગુલાબનું ફૂલ આપી ભારત બંધમાં જોડાવવા કરી અપીલ જ્યારે સવારથી પાદરા પોલીસ એલર્ટ હતી અને પાદરા શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય સોલંકીને તેમના નિવાસસ્થાનેથી પોલીસે તેમની સાવરથી જ અટકાયત કરી હતી. જ્યાં પાદરા કોંગ્રેસ સમિતિનામાં ઈમ્તિહાઝ વકીલ, ઈમરાન શેખ, મનહર પટેલ, રામ પટેલ તેમ જ તારિફ સિંધી સહિતના પાંચ જેટલા કાર્યકરો પાદરા વડોદરા હાઈવે પર ચક્કાજામ કરવા જતાં પાદરા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યાં પાદરા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ ગુલાબનું ફૂલ આપી બંધમાં જોડાવાની અપીલ કરતા ચાર કાર્યકરોની પણ પાદરા પોલીસે ધરપકડ કરી હતી.