વડોદરા: સમગ્ર રાજ્યમાં આજે ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું 65.54 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યનું પરિણામ 65.58 રહ્યું છે. વડોદરા શહેરમાં પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ વિધાર્થીઓ પોતાના પરિણામની રાહ જોતા હતા અને વિધાર્થીઓ સાથે વાલીઓ પણ વિવિધ સ્કૂલોમાં જોવા મળ્યા હતા. વડોદરા જિલ્લામાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી.
ધોરણ 10માં માસ પ્રમોશન બાદ સારું પરિણામ: આ અંગે પ્રતિક્રિયા આપતા અંબે વિદ્યાલયના આચાર્ય પરેશ શાહે જણાવ્યું હતું કે, આ એવા વિદ્યાર્થીઓ છે કે, જેઓએ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. આ વિદ્યાર્થીઓએ કોરોના કાળ હોવાથી ધોરણ 10માં માસ પ્રમોશન મેળવ્યું હતું. જેથી આ વખતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી હતી. એ રીતે જોઈએ તો આ વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવ્યા છે, જે વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવ્યું છે, તેઓએ નિરાશ થવાની જરૂર નથી તેઓ ફરીથી પરીક્ષા આપીને જીવનમાં સફળ થઈ શકે છે.
HSC Science Result: પરિવારને આર્થિક મુશ્કેલીમાં જોઈ સંકલ્પ લીધો અને ધો.12 સાયન્સમાં ડંકો વગાડ્યો
વધારે નહીં સારું વાંચવું જોઈએ: પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા અંબે વિદ્યાલયના ટોપ રહેલ વિદ્યાર્થી કુશ શાહે જણાવ્યું હતું કે, ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં મારે 99.99 પર્સન્ટાઈલ આવ્યા છે. હું ખૂબ ખુશ છું. મેં હજુ મારું રિઝલ્ટ જોયું નથી, પરંતુ લોકોના ફોન ઉપર ફોન આવી રહ્યા છે. હું હવે મેડિકલમાં એડમિશન લઈને આગળ અભ્યાસ કરવા માગું છું. ટ્યુશનમાં જે રોજ ટેસ્ટ લેવામાં આવે છે, તેને જ બોર્ડની એક્ઝામ માનીએ તો સારું રિઝલ્ટ લાવી શકાય છે. દિવસમાં વધારે નહીં પણ સારું વાંચવું જરૂરી છે. સાથે અન્ય વિદ્યાર્થીની નિકિતા પહેલવાનીએ જણાવ્યું હતું કે, ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં મારે 99.63 પીઆર આવ્યા છે. હું ખૂબ જ ખુશ છું. ધોરણ 10માં અમે માસ પ્રમોટેડ હતા અને આજે પહેલીવાર મેં બોર્ડની પરીક્ષા આપી છે. તેમાં સારું રિઝલ્ટ આવ્યું છે. હું નીટની પરીક્ષા આપીને આગળ MBBS કરવા માગું છું.
Gujarat Education Board Result: આજે 12 Sci.નું પરિણામ, હજારો વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે
વડોદરા જિલ્લામાં ગ્રેડ પ્રમાણે પરિણામ:
- A1-5
- A2-77
- B1-364
- B2-642
- C-1022
- C2-1463
- D-587
- E1-4
વડોદરા જિલ્લામાં કયા કેન્દ્રનું કેટલુ પરિણામ:
- માંડવી 65.65 ટકા
- ઇન્દ્રપુરી 64.47 ટકા
- સયાજીગંજ 70 15 ટકા
- ફતેગંજ 72.62 ટકા
- અટલાદરા 67.12 ટકા
- રાવપુરા 63.84 ટકા
- સમા 66.91 ટકા
- માંજલપુર 65.74 ટકા
ગ્રૂપ Aના 488 વિધાર્થીઓ અને ગ્રૂપ Bના 781 વિધાર્થીઓ ટોપમાં: સમગ્ર રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ કોરોના કાળમાં ધોરણ 10ની પરીક્ષા નથી આપી શક્યા અને તેઓને માસ પ્રમોશન દ્વારા આગળ વધ્યા હોવાથી બોર્ડની પ્રથમવાર પરીક્ષા આપતા થોડી મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ વાડોદરા જિલ્લાનું પરિણામ સારું રહ્યું છે. ગુજકેટના પરિણામમાં 1.20 લાખથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 99 ઉપર પીઆર ગ્રૂપ Aના 488 વિધાર્થીઓ અને ગ્રૂપ Bના 781 વિધાર્થીઓ ટોપમાં રહ્યા છે.