ETV Bharat / state

How to avoid cyber fraud : વેબસાઇટોથી ઠગતા સાયબર ઠગોથી કઈ રીતે બચી શકાય, જાણો સાયબર એક્સપર્ટ પાસેથી

author img

By

Published : Jan 19, 2023, 7:28 PM IST

ઈન્ટરનેટના આધુનિક જમાનામાં લોકો અનેક પ્રકારના સાયબર ક્રાઇમના શિકાર બને છે. ત્યારે આપણે જાણીશું (How to avoid cyber fraud )કે આવા સાયબર ફ્રોડ કરતી વેબસાઇટો ( cyber fraud using websites )થી, સાયબર એટેક (Cyber attack )થી કઈ રીતે બચી શકાય. શું કરવું જોઈએ અને શું નહીં તે સાયબર એક્સપર્ટ મયૂર ભૂસાવલકર (Cyber Experts Mayur Bhusavalkar) પાસેથી જાણીએ.

How to avoid cyber fraud : વેબસાઇટોથી ઠગતા સાયબર ઠગોથી કઈ રીતે બચી શકાય, જાણો સાયબર એક્સપર્ટ પાસેથી
How to avoid cyber fraud : વેબસાઇટોથી ઠગતા સાયબર ઠગોથી કઈ રીતે બચી શકાય, જાણો સાયબર એક્સપર્ટ પાસેથી
ફિશિંગ વેબસાઇટની માયાજાળથી બચવાની ટિપ્સ

વડોદરા આજના આધુનિક ઈન્ટરનેટ જમાનામાં કોઈ પણ કામ કરવું હોય તો ખુબજ સરળ બન્યું છે. કહેવાય છે કે જેટલી સગવડ વધારે હોય છે, તેની સામે તેટલું નુકસાન પણ થવાની સંભાવનાઓ હોય છે. ત્યારે આજના ઈન્ટરનેટના આધુનિક જમાનામાં લોકો સૌથી વધુ સાયબર માફિયાઓના શિકાર બની રહ્યા છે. ત્યારે કોઈ મોબાઈલ એપ્લિકેશનથી છેતરાય છે તો કોઈ હોશિયાર વ્યક્તિ પણ લાલચમાં આવી ફિશિંગ વેબસાઇટનો શિકાર બને છે. ત્યારે ETV BHARAT ના માધ્યમથી આપણે જાણીશું કે આવા સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય. સાયબર એટેક થી કઈ રીતે બચી શકાય. શુ કરવું જોઈએ અને શું નહીં જાણો સાયબર એક્સપર્ટ શુ કહે છે.

શું છે ફિશિંગ એટેક : તાજેતરમાં જ વડોદરા શહેરમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવતા દીકરીના પિતાએ પોતાની દીકરીને એમબીબીએસમાં એડમિશન માટે 30.70 લાખ રૂપિયા ગુમાવ્યા છે. સાયબર ત્રિપુટીએ ફરિયાદીને ફિશિંગ વેબસાઇટની માયાજાળમાં ફસાવી શિકાર બનાવ્યા હતા.ફિશિંગ એટેક અંગે માહિતી આપતા સાયબર એક્સપર્ટ મયૂર ભૂસાવલકરે જણાવ્યું હતું કે ફિશિંગ ટેક્નિક એવી હોય છે જેની મદદથી ઓરીજીનલ વેબસાઈટ ઉપરથી ડેટા ચોરી કરી અને આબેહુબ અન્ય ફ્રોડ ફિશિંગ વેબસાઈટ બનવી લોકોને છેતરવામાં આવતા હોય છે. આ વેબસાઈટ તમને ઓરીજીનલ વેબસાઈટ જેવીજ સેમ લાગતી હોય છે જેથી લોકો છેતરતા હોય છે.

આ પણ વાંચો મહેસાણામાં બિલ્ડરના ખાતાં પર હાથ સાફ કરતાં ગઠિયાએ 37 લાખ સેરવ્યાં, સાયબર ક્રાઇમનો અજબનો કેસ

પ્રતિદિન વિશ્વમાં 1 લાખ ફિશિંગ વેબસાઈટ રન થાય છે ફિશિંગ : વેબસાઈટમાં છેલ્લા બે વર્ષમાં 255 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2023માં પણ તે વધારો સતત વધી રહ્યો છે. હાલમાં પ્રતિદિન ફિશિંગ વેબસાઈટમાં રોજના 10 હજારથી પણ વધુ ફિશિંગ વેબસાઈટ ઉમેરાય છે. ગયા મહિને 1 લાખ 30 હજાર ફિશિંગ ડોમેઇન્સને સાયબર સ્પેસમાંથી હટાવવામાં આવી છે. પરંતુ તે રોજેરોજ વધી રહ્યા છે કારણ કે તે નવા ડોમેન નામ સાથે પોતાની વેબસાઈટો બનાવતા હોય છે. ઓર્ગેનાઇઝેશનને વેબસાઈટ ઓનર દ્વારા પોતાની સાયબર આર્મી બનાવવાની જરૂર છે. તમામ વેબસાઈટ ઓનરો દ્વારા ડુબલીકેટ વેબસાઈટ રન થતી હોય તે બાબતે પણ ચોકસાઈ વર્તવી જોઈએ. આવી વેબસાઈટ રોજની લાખ વેબસાઈટ વર્લ્ડમાં ઉમેરાય છે.

ફિશિંગ વેબસાઈટને કઇ રીતે ઓળખી શકાય : ફિશિંગ વેબસાઇટની માયાજાળથી બચવાની ટિપ્સ આ રહી. ફિશિંગ વેબસાઈટને ઓળખવા માટે આ વિગતો જાણવી જરુરી છે. ફિશિંગ વેબસાઈટમાં મૂળ વેબસાઈટના જ ફોટો સ્ક્રીનશોટના માધ્યમથી લીધેલો હોવાથી ક્લીઆરિટી હોતી નથી. ફિશિંગ વેબસાઈટ પર અપડેટ જોવા મળતું નથી. રેગ્યુલર વેબસાઈટ પર રૂટિંગ અપડેટ જોવા મળતું હોય છે પરંતુ ફિશિંગ વેબસાઈટ પર લાંબા સમય સુધી અપડેટ જોવા નથી મળતું જેથી તેને ઓળખી શકાય છે.ફિશિંગ વેબસાઈટમાં લખાણમાં ખૂબ જ ગ્રામર મિસ્ટેક જોવા મળતી હોય છે જેથી તેને ઓળખી શકાય છે. ફિશિંગ વેબસાઈટમાં માત્ર હોમપેજ જ હોય છે. અન્ય લિંક હોતી નથી અને હોય છે તો તે ખુલતી નથી અથવા અન્ડર મેન્ટેનન્સ બતાવે છે. જેથી ઓળખી શકાય છે. ફિશિંગ વેબસાઈટ સાયબર સ્પેસમાં જોવા નથી મળતી કે કોઈ બ્રાઉઝર પર પણ જોવા નથી મળતી. તે માત્ર લિંકના માધ્યમથી ઓપન થતી હોય છે જેથી તેને જાણી શકાય છે.

આ પણ વાંચો સાયબરની મોટી સિદ્ધિ, લોન ફ્રોડ કરતી 5 હજાર વેબ એપ્લિકેશનને કરાવી બંધ

સ્માર્ટફોન દ્વારા ટ્રાન્જેક્શન માટે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ : જ્યારે સ્માર્ટફોન દ્વારા નાણાંકીય વ્યવહાર કરતાં હોવ ત્યારે વિશેષ સાવધાની વરતવી જોઇએ. જેમકે ઓનલાઈન સ્માર્ટફોન દ્વારા પેમેન્ટ કરતા હોય તો ઓથોરાઈઝ એપ્લિકેશન કે વેબસાઈટ વાપરવી જોઈએ. લિંક દ્વારા પેમેન્ટ ન કરવું જોઈએ. જ્યારે કોઈ એપ્લિકેશનમાં અપડેટ આવે ત્યારે અપડેટ કરતું રહેવું જોઈએ. ક્યુઆર કોડના માધ્યમથી પેમેન્ટ થાય છે. પરંતુ રિસીવ થતું નથી. કોઈ આ રીતે પેમેન્ટ આપવાનું કહે તો તે શક્ય નથી. કોઈ પણ પેમેન્ટ કરતા હોય ત્યારે તે વ્યક્તિની ઓળખ, હેલ્પડેસ્ક અને ઓથોરાઈઝ હોય તો જ કરવું જોઈએ. પેમેન્ટ કરતા હોઈએ તો ચોક્કસથી વાંચવું જોઈએ કે રિસીવ કરવાનું છે કે મોકલવાનું છે. ત્યારે કોના કાર્ય માટે મોકલી રહ્યા છો તે તમામ બાબતને ધ્યાને રાખી પેમેન્ટ કરવું જોઈએ. શક્ય હોય તો મોબાઈલમાં એન્ટી વાયરસ સોફ્ટવેર હોવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.