વડોદરા : શહેર અને જિલ્લામાં યોજાનારી વિધાનસભાની (Voters in Vadodara 2022) ચૂંટણીને લઇ સૌ મતદારો મતદાન કરવા માટે ભારે ઉત્સુક છે. એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ શતાયુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે. આવા એક શતાયુ મતદાર છે સવિતા બા ! આયુષ્યની સેન્ચુયરી વટાવી દીધા (Voters in Vadodara) બાદ તેઓ આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જવાના છે.
કોણ છે આ સવિતા બા 1922ના ઓક્ટોબર મહિનાની 6 તારીખે ભરૂચ જિલ્લાના આમોદમાં જન્મેલા અને 100 વર્ષની ઉંમરને આવજો કહીને 101માં વર્ષમાં પ્રવેશેલા સવિતાબેન શાહે પોતાનું બાળપણ આમોદમાં વિતાવ્યું હતું. સવિતા બાએ ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ ખુબ ઉત્સાહી, કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે ભરતગુંથણએ તેમનું ગમતું કામ હતું. પોતાનું કામ જાતે જ કરવું એમ કહેનાર સવિતાબેન આજેય શાકભાજી સમારવું, સમાચારપત્ર વાંચવું, કસરત કરવી અન્યને કોઈને કોઈ પ્રકારે મદદરૂપ બનવાની શુભ ભાવના રાખનાર સવિતાબાને પરિવારમાં 2 દીકરીઓ છે. (Shatayu voters in Gujarat)
કસરત કરવી જીવનમંત્ર સવિતાબેન શાહેના પતિનું 70 વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેઓ 1970થી તેમની દીકરીના ઘરે વડોદરા શિફ્ટ થઇ ગયા હતા. સવિતાબાને તેમની ફિટનેસ બાબતે પૂછવામાં આવતાં તેઓ જણાવે છે કે, જેમ બને તેમ ઘરનું અને સાદું ભોજન ગ્રહણ કરવું. અત્યારે તેઓ આખા દિવસની દિનચર્યામાં ફકત 1 ભાખરી, 1 રોટલી, શ્રીખંડ, આઈસ્ક્રીમ, મગની દાળ આરોગે છે. સવિતાબાને મીઠી વાનગીઓમાં શ્રીખંડ, કાજુકતરી અને કોપરાપાક ભાવે છે. મીઠી વાનગીઓ ખાવા છતાંય તેમને ડાયાબિટીસ કે અન્ય કોઈપણ પ્રકારનો રોગ નખમાંય નથી. તેઓ આજે પણ દરરોજ સવારે વહેલા ઉઠીને પોતાનાથી બનતી બધીય કસરત કરે છે. અને વહેલા સુઈ જવાનો આગ્રહ રાખે છે. સવારના પહોરમાં એઓ ફકત અને ફકત ચા પીવે છે. દરરોજ નાના મોટા કોઈપણ કામમાં વ્યસ્ત રહેવું અને કસરત કરવી એ તેમનો જીવનમંત્ર બની ગયો છે. (New voters in elections)
ગાંધી બાપુએ શાબાશી આપી સવિતાબા તેમનો બાળપણનો એક કિસ્સો સંભળાવતાં આનંદિત થઇ ગયા અને કહ્યું કે, હું જયારે ભરૂચમાં ધોરણ 4માં ભણતી હતી, ત્યારે ગાંધીજી અમારી સ્કૂલની મૂલાકાતે આવ્યા હતા. ગાંધીજીએ મારી બાજુમાં બેસીને મને પૂછ્યું હતું કે, કેવા કપડાં પહેરવાં? તો મેં કીધું તું કે ખાદીના. ત્યારે તેઓએ ખુશ થઈને મારી પીઠ થાબડીને મને શાબાશી આપી હતી. બધાંએ મારા માટે તાળીઓ પાડી હતી. વધુમાં તેઓ જણાવે છે કે, આ પ્રસંગ પછી મારી બેનપણીઓ પણ કહેવા લાગી કે અમારો તો તારી આગળ કોઈ ક્લાસ નઈ. તને તો ગાંધી બાપુએ શાબાશી આપી. (Assembly Election Voters 2022)
મત તો દરેક આપવો જોઈએ આ ઉપરાંત ભરૂચના ગોલ્ડન બ્રિજના ઓપનિંગ કાર્યક્રમ વખતે સવિતા બાએ તે સમયે ગરબા કર્યા હતા. સવિતા બાએ કહ્યું કે, દાંડિયાત્રા પણ અમે રહેતા ત્યાંથી એટલે કે દારૂપટેલની ખડકી પાસેથી પસાર થઈ હતી. સવિતાબાએ અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં સળંગ પોતાનો મત આપ્યો છે. આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ પોતાનો અમૂલ્ય મત આપવા માટે તૈયારી બતાવે છે. ચૂંટણી બાબતે તેઓ કહે છે કે," મત તો દરેકે આપવો જોઈએ. એ આપણી ફરજ છે." (Gujarat Assembly Election 2022)
રાજ્યમાં 48,37,521 મતદારો ગુજરાત વિઘાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ચૂંટણી કમિશન ટીમની મુલાકાત ચૂંટણી અંગેના એંધાણ આપી રહી છે. ગાંધીનગરમાંથી પત્રકાર પરિષદ સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, ચૂંટણી પંચ પણ ચૂંટણી યોજવા માટે તૈયાર છે. જોકે, મુખ્ય ચૂંટણી પંચે ગુજરાત રાજ્યના મતદારો અંગે વિગતવાર ડેટા શેર કર્યો હતો. રીપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં કુલ 48,37,521 મતદારો છે.
11,842 મતદારો શતાયું ગુજરાત રાજ્યમાં કુલ 1291 થર્ડ જેન્ડર મતદારો છે. જ્યારે 10,36,459 મતદારો એવા છે જેની ઉંમર 80 વર્ષથી વધારે છે. 11,842 મતદારો એવા છે જેની ઉંમર 100 વર્ષથી વધારે છે. રાજ્યના વૃદ્ધ નાગરિકોને ઘરેથી તેઓ મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 4,13,866 મતદારો દિવ્યાંગ છે. જે 40 ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવે છે. આ મતદાતાઓ પણ ઘરેથી મતદાન કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
સિંગલ વિન્ડો સિસ્ટમઃ જિલ્લા ક્લેક્ટર ઓફિસેથી સિંગલ વિન્ડો સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. જેના કારણે ઉમેદવારોને સરળતા રહે. આ ઉપરાંત જે કર્મચારીઓ નિવૃત થઈ ગયા છે એને પોલીંગ સ્ટેશનમાં કોઈ જવબાદરી નહીં દેવામાં આવે. ઈવીએમનું સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની વિગત રાજકીય પક્ષોને અપાશે. રાજ્યમાં કુલ 2,50,06,770 પુરૂષ મતદારો છે. જ્યારે 2,33,67,760 મહિલા મતદારો છે. કુલ 28045 સર્વિસ ઈલેક્ટર્સ છે. વર્ષ 2023માં જે લોકો 18 વર્ષના થઈ રહ્યા છે એમની અરજી એડવાન્સમાં સ્વીકારવામાં આવશે.
અંતિમ યાદીઃ મતદારો માટેની અંતિમ યાદી 10 ઑક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે. મતદારો સિવાય કમિશનરે એવું પણ જણાવ્યું હતું કે, જે ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેમણે ત્રણ વખત પેપરમાં જાહેરાત દેવાની રહેશે. જેની તમામ વિગત KYC એપ્લિકેશનમાં પ્રાપ્ય રહેશે. જ્યારે મીડિયાને ધ્યાને લઈને કમિશનરે કહ્યું હતું કે, ચૂંટણીનો સમય શરૂ થયો છે. મીડિયા જે તે સમયાચાર ફેક્ટ ચેક કરીને લે.