વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને લઇને અનેક ચર્ચાઓ (Madhu Srivastava in Waghodia) ચાલી રહી હતી. તેમણે ટિકિટ મળશે કે કેમ તે અંગે તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા. ત્યારે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભાજપ દ્વારા ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવની (Vadodara assembly Candidate seat) ટિકિટ કપાઈ છે. જેને લઈને MLA મધુ શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી હતી. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે.
હું અપક્ષ તરીકે લડવાનો વધુમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પહેલા હું અપક્ષ તરીકે કોર્પોરેશનમાં જીત્યો અને અપક્ષ ધારાસભ્ય તરીકે જીત્યો હતો. પણ હું જેના વડે રાજકારણમાં આવ્યો તેવા વડોદરા તાલુકા, વાઘોડિયા તાલુકા અને શહેરના બધા જ કાર્યકરોને બે દિવસમાં ભેગા કરીને એ કાર્યકર્તાઓ જે નિર્ણય લેશે. તે નિર્ણય પર ચાલવાનું છે. હું વિકાસની રાહ પર ચાલતો આવ્યું છે અને તેના પર જ ચાલીશ. કારણ કે હું પહેલાથી જ ભાજપમાં જોડાયેલો રહ્યો છું. આજ સુધી મેં કોઈ અન્ય પાર્ટીમાં નથી જોડાયો. હંમેશા અપક્ષ અથવા ભાજપ સાથે રહી ચૂંટણી લડ્યો છું. કદાચ મારા કાર્યકર્તા કહેશે કે તમે ચૂંટણી લડો. તો હું અપક્ષ તરીકે લડવાનો. (Gujarat Assembly Election 2022)
જાતિવાદના લીધી ટિકીટ નથી મળી વધુમાં શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ચૂંટણી લડીને પણ ભાજપનો સેવક છું. ભાજપમાં જ રહેવાનો ટિકિટ ન મળવાને લઈને તેઓએ કહ્યું કે, તેનું કારણ જાતિવાદ હોઈ શકે છે. મારો જન્મ વડોદરામાં જ થયો છે. ગુજરાતમાં રહ્યો છું ને ગુજરાતના લોકો સાથે મોટો થયો છું. જાતિવાદના લીધે જ કદાચ મને ટિકીટ નથી મળી. એવું હોઈ શકે કે અમુક સમાજના લોકોને જ ટિકિટ આપવી અમુક સમાજના લોકોને ન આપવી. વાઘોડિયા મત વિસ્તારના હિન્દી ભાષી સમાજના 20થી 25 હજાર વોટ છે. યુપી, બિહાર, રાજસ્થાનનો કોઈ પણ વ્યક્તિ વડોદરામાં મારી પાસે આવ્યો હશે. હું મારા હિન્દી ભાષી અને ઉત્તર ભારતની કોઈ પણ કાસ્ટનો હશે. હું ચોક્કસ એના કામ કરવાનો પ્રયાસ કરું છું. છેલ્લા 30 વર્ષથી કોઈ દિવસ મે કોઈને ના નથી કીધું. નિઃસ્વાર્થ લોકોના કામ કરતો આવ્યો છું. (Vadodara assembly seat)
ભાજપે મને બોલાવીને ટીકીટ આપી વધુમાં શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કાર્યકર્તા કહેશે એટલે બધી જ તૈયારી છે. મારા કાર્યકર્તાઓ વડે હું રાજકારણમાં આવ્યો છું. રાજકારણમાં આવ્યા બાદ ભાજપે મને બોલાવીને ટિકિટ આપી છે. ભાજપમાં આવ્યો ત્યારે વડોદરાના વાઘોડિયામાં વિધાનસભાની પહેલી સીટ ભાજપની આવી હતી. ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ છ વખતથી વાઘોડિયા વિધાનસભા સીટ પર જીતતા આવ્યા છે. ત્યારે આ વખતે તેઓને જ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં નથી આવી. ભાજપમાંથી ટિકિટ મળવાની વાત પર છેલ્લે સુધી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ વિશ્વાસ જતાવ્યો હતો. પરંતુ હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ પણ લડી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. (Waghodia Candidate seat)
મારાથી પણ સારા લોકો હતા અશ્વિન પટેલે જણાવ્યું કે મધુ શ્રીવાસ્તવ પર મને વિશ્વાસ છે. મધુ શ્રીવાસ્તવ ભાજપ પક્ષના વર્ષોથી સાનિક્સ કાર્યકર હતા છે અને રહેવાના છે. તો એ વાત જ નથી આવતી કે અપક્ષ લડે અમે એમની વાત ઉપર અત્યાર સુધી કામો, કાર્ય ઉપર મને પૂરો પૂરો વિશ્વાસ છે. મને કોઈ પડકાર જ નથી લાગતો. આ તો ચૂંટણીનો એક ભાગ છે એ ભાગની અંદર અમારે વધારે વોટ લેવા માટે અમારા પ્રદેશ પ્રમુખ પાટીલ જે પેજ સમિતિઓ બનાવી અને અમને દરેક ઘરના ચૂલા સુધી પહોંચાડ્યા છે. મારાથી પણ સારા લોકો હતા, મારાથી જુના હતા પણ મારુ નસીબ હશે જે મને સીટ મળી. (Vadodara Assembly Seat List)