વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા બે યુવકોને વડોદરા રેલવે સ્ટેશન પર નોકરી અપાવવાના બહાને અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે. વડોદરાના તાંદલજામાં આવેલા આશિયાન નગરમાં રહેતા યુવક જહાંગીર ફારૂખહુસેન અન્સારીને ગત ઓક્ટોબર મહિનામાં તેની મિત્ર આફરીને ફોન કરી જણાવ્યું હતું કે, મારે કોન્ટ્રાક્ટ બેઝ પર રેલવે ટિકિટ કાઉન્ટર પર નોકરી લાગવાની છે. આ નોકરી નગરવાડામાં રહેતા સાબીર સિંધીએ અપાવી છે. તેથી ધોરણ 12 પાસ જહાગીર અન્સારીએ કહ્યું જો મારા માટે પણ કોઇ વેકેન્સી હોય તો કહેજે. જેથી આફરિને સાબીર સિંધીને જહાંગીરનો મોબાઇલ નંબર આપ્યો હતો.
ટાઈમ એનાઉન્સમેન્ટની લાલચ મળતી માહિતી મુજબ સૂત્રો અનુસાર 15 ઓક્ટોબરના રોજ સાબીર સિંધીનો જહાંગીર પર ફોન આવ્યો હતો કે, તારે રેલવેમાં નોકરીની જરૂર હોય તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 સામે આવેલ ચાની હોટલે આવી મુલાકાત કરી લે. જેથી જહાગીર ત્યાં પહોંચ્યા હતા. જ્યાં સાબીર સિંધીએ જણાવ્યું હતું કે, હું રેલવેમાં નોકરી કરુ છું અને મારી પોતાની નાવસી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. જે કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લગેજ ડિપાર્ટમેન્ટ તેમજ રેલવે ટાઇમ ટેબલ એનાઉન્સમેન્ટ તરીકે માણસો ભરતી કરવાના છે.
મોબાઈલ ખરીદી કરાવી સાબીર સિંઘીએ જણાવ્યું હતું કે, રેલવેમાં નોકરી માટે ત્રણ મોબાઇલ ખરીદવા પડશે. જેના બિલ DRM ઓફિસ પ્રતાપનગર ખાતે આપવાના રહેશે અને રેલવે દ્વારા તેના રૂપિયા હપ્તા તરીકે ચૂકવવામાં આવશે. જેથી સાબીર સિંધીએ જહાંગીરને સાથી રાખી તેની પાસે કારેલીબાગમાં આવેલા ફોનવાલે લિમિટેડ, ન્યૂ સમા રોડ પર આવેલ બી લવ મોબાઇલ મોબાઇલમાંથી ફાઇનાન્સ કંપની હપ્તા કરી બે મોબાઇલ ખરીદ્યા હતા. આ બંને મોબાઇલ સાબીર સિંધી રેલવે વિભાગમાં જમા કરાવવા પડશે તેમ કહી લઇ ગયો હતો.
આ પણ વાંચો વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને 28 કરોડની છેતરપિંડી, પિતાની ધરપકડ પુત્ર ફરાર
બીજી અન્ય વેકનસીની લાલચ ત્યારબાદ સાબીર સિંધીએ જહાગીરનો ફોન પર સંપર્ક કરી કહ્યું હતું કે, રેલવેમાં બીજી પણ એક વેકેન્સી છે. જો કોઇને નોકરી કરવી હોય તો કહે જે. જેથી જહાગીર તેના પિતરાઇ ભાઇ અબ્દુલ મુસ્તકીમ અંસારીને નોકરી માટે લઇ ગયો હતો. જેથી સાબીર સિંધીએ અબ્દુલ મુસ્તકીમ પાસે પણ કારેલીબાગમાં આવેલ જાસ્મીન મોબાઇલની દુકાનમાંથી ફાયનાન્સ પર મોબાઇલ ખરીદ્યો હતો અને રેલવેની પ્રતાપનગર ઓફિસ ખાતે જમા કરાવવો પડશે તેમ કહી મોબાઇલ લઇ ગયો હતો.
આ પણ વાંચો સરકારી નોકરીની લાલચમાં લાખો ગુમાવ્યાં, બિન સચિવાલય પરીક્ષા ફ્રોડ
બનાવટી જોઇનિંગ લેટર જેના થોડા દિવસ બાદ સાબીર સિંધીએ બંને યુવકોને મળવા માટે બોલાવ્યા હતા અને તેમને રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી આપવામાં આવી છે તેમ કહી બનાવટી સહી સિક્કાવાળા જોઇનીંગ લેટર આપ્યા હતા. તેમજ નવેમ્બર મહિનામાં નોકરી પર તેમને હાજર થવા જણાવ્યું હતું. પરંતુ આ યુવકો નોકરી પર હાજર થાય તે પહેલા જ ફાઇનાન્સ પર લીધેલા મોબાઇલના બિલ આવ્યા હતા અને બંનેએ આ બિલ અંગે સાબીર સિંધીને જાણ કરતા સાબીરે કહ્યું હતું કે તેણે બંને સાથે છેતરપિંડી કરીને આ કૌભાંડ આચર્યું છે. જેથી બંને યુવકોએ સાબીર સિંધી સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં 2 લાખ 53 હજારની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.