વડોદરાઃ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બરોડા ક્રિકેટ એસોસીયેશનની(Baroda Cricket Association)રણજી ટીમના મેન્ટોર બનાવવામાં આવ્યા છે. BCAની એપેક્ષ કમિટિમાં આ અંગેનો નિર્ણય( BCA Ranji team)લેવાયો હતો. બીસીએના જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ હતી અને સર્વાનુમતે યુસુફ પઠાણની(Yusuf Pathan)નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આ પણ વાંચોઃ યુસુફ પઠાણે ધોની અને યુવરાજ માટે આ શબ્દોનો ઉપયોગ...
નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી - નોંધનીય છે કે યુસુફ પઠાણ તેમના સમયમાં તોફાની બેટિંગ માટે જાણીતા હતા. યુસુફ અને તેમના લઘુબંધુ ઇરફાન પઠાણ ટી-20 જીતનાર ભારતીય ટીમના સભ્યો હતા. યુસુફ પઠાણ 100 જેટલી રણજીટ્રોફી મેચો રમ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન રોયલ અને કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ વતી તેઓ આઇપીએલ સ્પર્ધામાં પણ રમ્યા હતા.
મેન્ટોર તરીકે તેમની પસંદગી - બરોડા ક્રિકેટ એસોસીયેશનની બન્ને સીનીયર ટીમોના મેન્ટોર તરીકે તેમની પસંદગી કરાઈ છે. હાલ બીસીએની રણજી ટ્રોફી ટીમનો દેખાવ અપેક્ષા મુજબનો નથી ત્યારે ટીમના જૂસ્સા અને ઉત્સાહને પ્રબળ કરવાનું પડકારજનક કામ મેન્ટોર અને મેનેજમેન્ટે કરવાનું રહેશે એમ ક્રિકેટના જાણકારો માને છે.
આ પણ વાંચોઃ ઑલરાઉન્ડર યુસુફ પઠાણે ક્રિકેટને કહ્યું અલવિદા, નિવૃતિ પહેલા થયા ભાવુક
ઓનલાઈન પરીક્ષામાં ભાગ લીધો - આ અંગે બરોડા ક્રિકેટ એસોસીએશનના સૂત્રો પાસેથી જાણવા મળ્યુ હતું કે, ‘કોનોર વીલીયમ્સ, ઇરફાન પઠાણ સિનીયર અને સુનેત્રા પરાંજપે એનસીએ હાઈબ્રીડ લેવલ-2 કોચીસ કોર્સની પરીક્ષા સફળતાપુર્વક પાસ કરી છે. ત્રણેય પૂર્વ ક્રિકેટરોએ બેંગ્લોર ખાતે એનસીએમાં ઓફ લાઈન અને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લીધો હતો.