વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં વડોદરાની ઉત્તરાયણના(Uttarayan 2022 Vadodara) અલગ જ હોય છે. વડોદરામાં પવન સાથે શહેરીજનોએ ઉત્તરાયણની મજા માણી હતી. વડોદરામાં ઠેરઠેર એક એક અગાસીઓ પર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. તો વિદેશમાં વસતા NRI પણ હંમેશા વડોદરાની ઉતરાયણ માનણા(NRI People in Vadodara Celebrated Uttarayan Festival) આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ વિદેશથી વ્યક્તિઓ ઉતરાયણ પર્વની ઉજવણી કરવા વડોદરા આવ્યા હતા.
વડોદરામાં આવતા NRI
વડોદરાની ઉત્તરાયણ વિશ્વભરમાં(Makar Sankranti Vadodara) જાણીતી છે. વડોદરાની ઉત્તરાયણમાં વિદેશી લોકો પણ આવે છે અને NRI પણ છે કે જે માત્ર વડોદરાની ઉતરાયણ કરવા આવે છે . વડોદરામાં પતંગોત્વની ઉજવણીમાં NRIઓએ જણાવ્યું હતું કે, વડોદરા સિવાયની ઉતરાયણ ક્યાય નહીં.
ગાઈડલાઈનનું પાલન કરીને પર્વની ઉજવણી કરી
રાજ્યમાં કોરોનાના મહામારી બેફામ વધી રહી છે. ત્યારે ઉતરાયણના તહેવાર લોકોને ઉજવણી ભારે ગ્રહણ લાગ્યું હતુ. કોરોના વઘતા જતા કેસો સામે સરકાર દ્વારા ઉતરાયણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેમાં કેટલાક નિયમો અનુસાર ઉતરાયણ પર્વની ઉજવણી કરવાની હતી પરંતુ વડોદરા શહેરના લોકો તેમજ NRI લોકોએ આ ગાઈડલાઈનનું(Uttarayan Guideline in Vadodara) પાલન કરી ઉતરાયણની મોજુ માણી હતી.
આ પણ વાંચો: Uttarayan 2022 Gujarat: રાજ્યમાં 224 લોકોને થઈ પતંગની દોરીથી ઈજા, અમદાવાદમાં સૌથી વધુ