વડોદરા: શનિવારે નર્મદા વિકાસ પ્રધાન શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે ધ્વજ વંદન કરાવશે. આ સાથે જ વરસાદના વિઘ્ન વચ્ચે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આવતીકાલે એટલે કે શનિવાર 15 મી ઓગસ્ટના રોજ દેશના 74માં સ્વતંત્રતા પર્વની દેશવ્યાપી ઉજવણી થવાની છે. તેના ભાગરૂપે નર્મદા વિકાસ રાજ્ય પ્રધાન યોગેશભાઈ પટેલ શનિવારના રોજ સવારના 9 વાગે કુબેર ભવન પાછળ આવેલા પશ્ચિમ રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપશે.
![નર્મદા વિકાસ રાજ્ય પ્રધાન યોગેશભાઈ પટેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-03-vadodara-dwaj-vandan-reharshal-avb-gjc1004_14082020121840_1408f_1597387720_171.jpg)
આ પ્રસંગે તેઓ આરોગ્ય વિભાગના આમંત્રિત કોરોના વોરિયર્સનું સન્માન કરશે અને વૃક્ષારોપણ સાથે કાર્યક્રમનું સમાપન થશે. ગણવેશ ધારી સશસ્ત્ર દળોના જવાનોની ટુકડીઓ અને ઘોડેસવાર ટુકડીઓ સલામી આપશે.
![વરસાદના વિઘ્ન વચ્ચે ધ્વજ વંદન રિહર્સલ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-02-vadodara-dwaj-vandan-reharshal-videostory-gjc1004_14082020105830_1408f_1597382910_807.jpg)
આજે વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ નિર્ધારિત મેદાન ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. કોરોના સંકટને અનુલક્ષીને વિવિધ નિયમનો પાળી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વોટર પ્રૂફ શામિયાનો વરસાદને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યો છે. રિહર્સલમાં નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપ પટેલ,જિલ્લા પોલીસ વડા,નાયબ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયાં હતાં.