વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ રત્નદીપ ડુપ્લેક્ષમાં આવેલા એક મકાનના ઉપરના માળે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા વિસ્તારમાં ભારે અફરા તફરી મચી ગઇ હતી. આગ લાગી હોવાનું માલુમ પડતાં સમય સૂચકતા દાખવી મકાનના તમામ સભ્યો બહાર દોડી આવ્યાં હતાં. જેથી વધુ જાનહાની ટળી હતી.
આ બનાવને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં વડીવાડી ફાયર તુરંત જ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સબ ફાયર ઓફિસર એચ.કે.ગઢવીના જણાવ્યાનુસાર, મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. જેમાં વધારે પડતું ઘી નાંખવાથી આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.