- વડોદરા ડભોઇ વોર્ડ 4 ના કોંગી કોર્પોરેટરના ભાઈ દ્વારા પત્ની પર જીવલેણ હુમલો
- દહેજ માટે સતત દબાણ કરાતું હોવાનો પરિજનોનો આક્ષેપ
- પતિ મુદ્દસલ ઉર્ફે રાજા સલાટ દ્વારા છરી ના ઘા ઝીકી જીવલેણ હુમલો
વડોદરા: વડોદરા ડભોઇ નગરપાલિકાના કોંગી કોર્પોરેટરના ભાઈ દ્વારા પત્ની પર ચાકુ વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી હતી. ડભોઇ પોલીસ પર કોંગી કોર્પોરેટરે કાર્યવાહી નહીં કરવા દબાણ કરવામાં આવતા પરણીતાને એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત હાલતમાં જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યાર ઇજાગ્રસ્ત પરણીતાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: અત્યાચારનો બનાવ: મહિલાને માર માર્યાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પારિવારિક ઝઘડામાં હુમલાનો પ્રયાસ
વડોદરા ડભોઇ નગર પાલિકાના કોંગ્રેસના નગરસેવક મંજુર મકબુલ સલાટના ભાઈ મુદ્દસલ ઉર્ફે રાજા સલાટ દ્વારા તેની પત્ની મુબીનાને પારિવારિક ઝઘડામાં ચાકુના ઘા ઝીંકી પત્ની પર જીવલેણ હુમલો કરતા યુવક વિરુદ્ધ ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે પતિના ભાઈ કોંગ્રેસનો નગરસેવક હોવાથી પોલીસ પર કાર્યવાહી નહીં કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ઇજાગ્રસ્ત મુબીનાને એમ્બ્યુલન્સમાં પોલીસ અધિક્ષક કચેરીએ લઇ આવ્યા હતા. જ્યાં કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી, ત્યાર બાદ ઇજાગ્રસ્ત પરણીતાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.