શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામના ખેડૂતો દ્વારા સ્કાય યોજના અંતર્ગત પોતાના પાણી આપતા કુવા સોલર કુવામાં પરિવર્તિત કર્યા છે. જેમાં ખેડૂત દ્વારા છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા અપાતા રાત્રીના પાણી લેવાની કમ્પ્લેનો દૂર થઈ ગયા છે અને આઠ કલાકને સતત 12 કલાક સુધી વીજળી પાકને પાણી પીવડાવવા માટે મળી રહે છે. જેને લઇને ખેડૂત ડાયરેક વીજ કંપનીને પોતે ઉત્પન્ન કરેલી વીજળી વેચી રહ્યાં છે. અને એ બદલામાં બાર કલાકની વીજળી તે મેળવી રહ્યા છે.
ખેડૂત પોતે જાતે પગ પર બન્યા છે. પોતાની જાતે રાતના ઉજાગરા વગર સારી રીતે પાકની વાવણી કરી રહ્યા છે. જ્યારે પહેલાના સમયમાં સરકાર દ્વારા રાત્રે વીજળી મળતી હતી. જેમાં મજૂરો સહિત ખેડૂતોએ પણ રાત્રે જાગવું પડતું હતું, પરંતુ હવે દિવસે જ વિજળી મળવાથી આ કામ તેનું આસાન બન્યું છે. એટલું જ નહીં આ મોટા ફોફળીયા ગામના ખેડૂતોના વહારે શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટનો પણ એટલો જ ફાળો રહેલો છે. તેથી જ આ કામ સફળ રીતે પૂર્ણ થવા પામેલ છે.