ETV Bharat / state

વડોદરા: MSUમાં વિદ્યાર્થી સંધની ચૂંટણી યોજાશે, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

author img

By

Published : Jul 26, 2019, 3:54 PM IST

વડોદરા: શહેરની MSUમાં આગામી 10 ઓગષ્ટના રોજ GS,VP અને FRની વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે. જેને લઇને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

MSU વડોદરા

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી આગામી 10 ઓગષ્ટના રોજ યોજાવાની છે. જેથી કેમ્પસના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તો બીજી બાજૂ યુનિવર્સિટીના નાના ગ્રુપો પણ વિદ્યાર્થીઓ પર મજબુત પકડ ધરાવતા નેતાઓ વોટ બેન્કનું ગણિત માંડવા અને પોતાની તરફેણમાં સમીકરણ બેસાડવા માટે સક્રિય થઇ ગયા છે.

યુનિવર્સિટીમાં વિદ્યાર્થી યુનિયનના જીએસ, વીપી અને એફઆરની ચૂંટણી 10 ઓગસ્ટે યોજાશે. યુનિવર્સિટીના રિટર્નિંગ ઓફિસર દ્વારા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે યુનિવર્સિટી સત્તાધીશોએ અચાનક જ ચૂંટણી જાહેર કરી દીધા બાદ હવે કેમ્પસમાં આગામી 10 ઓગષ્ટ સુધી શિક્ષણ કાર્યની જગ્યાએ પ્રચારનો ધમધમાટ વધારે જોવા મળશે.

યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ એટલે કે, સ્ટુડન્ટ યુનિયનના નેજા હેઠળ યુનિવર્સિટીના જીએસ ,વીપી અને વિવિધ ફેકલ્ટીના એફઆરની ચૂંટણી દર વર્ષે યોજવામાં આવતી હોય છે. જેને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી 10 ઓગષ્ટના રોજ યોજાશે અને 31 જુલાઈના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ રહેશે. તે જ દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી પણ કરવામાં આવશે. 2 ઓગષ્ટના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 10 ઓગષ્ટના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે અને તે જ દિવસે બપોરે 3 કલાકથી પેવેલિયન બિલ્ડીંગ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એમ.એસ.યુનિવર્સિટીમાં 14 ફેકલ્ટી અને 3 કોલેજોમાં ચૂંટણી યોજાશે. જેમાં અભ્યાસ કરી રહેલા અંદાજે 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ મતદાન કરશે.

Intro:વડોદરા MS યુનિવર્માંસીટીમાં આગામી તા,10 ઓગસ્ટે GS, VP અને FRની વિદ્યાર્થી સંઘની યુંટણી યોજાશે..
Body:વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી આગામી તા, 10 ઓગષ્ટના રોજ જાહેર થતાં કેમ્પસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો બીજીબાજુ યુનિ.ના નાના ગ્રુપો પણ વિદ્યાર્થીઓ પર મજબુત પકડ ધરાવતાં નેતાઓ વોટ બેંકનું ગણિત માંડવા અને પોતાની તરફેણમાં સમીકરણ બેસાડવા માટે સક્રિય થઇ ગયા છે. યુનિવરાસીટીમાં સ્ટુડન્ટ યુનિયનના જીએસ, વીપી અને એફઆરની ચૂંટણી તા,10 ઓગસ્ટે યોજાશે. યુનિવર્સિટીના રિટર્નિંગ ઓફિસર દ્વારા ચૂંટણીનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતું. જોકે યુનિવર્સીટી સત્તાધીશોએ અચાનક જ ચૂંટણી જાહેર કરી દીધા બાદ હવે કેમ્પસમાં આગામી તા, 10 ઓગષ્ટ સુધી શિક્ષણ કાર્યની જગ્યાએ પ્રચારનો ધમધમાટ વધારે જોવા મળશે..
Conclusion:યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ એટલે કે સ્ટુડન્ટ યુનિયનના નેજા હેઠળ યુનિવર્સિટીના જીએસ ,વીપી અને વિવિધ ફેકલ્ટીના એફઆરની ચૂંટણી દર વર્ષે યોજવામાં આવતી હોય છે. જેને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી તા.10 ઓગષ્ટના રોજ યોજાશે. અને તા.31 જુલાઈના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે. તે જ દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા.2 ઓગષ્ટના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તા.10 ઓગષ્ટના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી મતદાનનો રહેશે. અને તે જ દિવસે બપોરે 3 કલાકથી પેવેલિયન બિલ્ડીંગ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ગરવામાં આવશે..એમ.એસ. યુનિવર્સિટીમાં 14 ફેકલ્ટી અને 3 કોલેજોમાં ચૂંટણી યોજાશે. જેમાં અભ્યાસ કરી રહેલા અંદાજે 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ મતદાન કરશે..

નોંધ - આ સ્ટોરીમાં એમ.એસ.યુનિવર્સીટીના કેમ્પસના ફાીલ વિઝયુલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.