વડોદરાઃ કોરોના વાઇરસનાં કારણે લોકડાઉન જાહેર કરેલું છે. જેથી ગરીબ અને જરૂરિયાત લોકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. જેના પગલે વડોદરામાં પાદરાના ધારાસભ્ય દ્વારા અનાજની કીટનું વિતરણમાં કરવામાં આવ્યું છે.
પાદરાના ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયાર દ્વારા મોટેપાયે અનાજ દાળ ખાંડ, ચોખા, તેલ, મીઠું વગેરેની કીટ બનાવીને તાલુકાના જરૂરિયાત પરિવારોને પહોંચાડી હતી અને આ માનવતાના યજ્ઞમાં આહુતિ આપી હતી.