- ધારાસભ્ય વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસસ્તવે અપક્ષમાંથી ફોર્મ ભર્યું
- હવે જીત પછી દિપક શ્રીવાસ્તવ ભાજપમાં જોડાશે કે અન્ય પક્ષમાં એ જોવું રહ્યું
- ટિકિટ ન મળતા આજે જિલ્લા પંચાયતમાંથી ફોર્મ ભર્યું હતું
વડોદરા: વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસસ્તવ હવે ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા આજે જિલ્લા પંચાયતમાંથી ફોર્મ ભર્યું હતું. તેમનું કહેવુ છે કે, મારા સ્થાનિકોના કહેવાથી મેં જિલ્લા પંચાયતમાં ફોર્મ ભર્યું છે અને મને વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જીત મળશે.
વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષમાંથી ફોર્મ ભર્યું
વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ના પુત્ર બે ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાય છે. પ્રથમ વખત ૨૦૧૦ની ચૂંટણીમાં દિપક શ્રીવાસ્તવ અપક્ષમાંથી લડયા હતા. ત્યારબાદ 2015માં પાલિકાની ચૂંટણીમાં ભાજપ પક્ષમાં જોડાયા હતા અને ભાજપ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. ભાજપ દ્વારા આ વખતે વોર્ડ-15માંથી દિપક વિવાદોને ટિકિટ ન આપતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેના પુત્રને દિપક વાસ્તવને અપક્ષમાંથી ફોર્મ ભરાયું હતું. દિપક શ્રીવાસસ્તવ જ્યારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે મધુ શ્રીવાસ્તવ તેમની સાથે આવ્યા ન હતા. દિપક શ્રીવાસ્તવે ટેકેદારો સાથે જિલ્લા પંચાયત ખાતે તેમના ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું. હવે જીત પછી દિપક શ્રીવાસ્તવ ભાજપમાં જોડાશે કે અન્ય પક્ષમાં એ જોવું રહ્યું.