વડોદરા: સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરાના કરનાળી ખાતે ડભાઈનો ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવીને દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે આહ્વાન કર્યું હતું.
ધ્વજવંદન કર્યા પહેલાં ધારાસભ્ય શૈલેષ મહેતા અને ગુજરાત બ્રાહ્મણ સમાજ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ શ્રાવણના પવિત્ર માસમાં વદ એકાદશીના દિવસે શ્રી કુબેર ભંડારી મહાદેવની આરતી અને પૂજન કર્યું હતું.