- ડભોઈના ધારાસભ્યએ 60મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી
- ગૌશાળામાં મહાકાળી માતાજીનો હવન કર્યો
- ગાયને ઘાસચારો ખવડાવી પોતાનો જન્મદિવસ ઉજવ્યો
વડોદરા: ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમના 60મા જન્મદિવસની આનોખી રીતે ઉજવણી કરી હતી. ગૌમાતાની પૂજા કરીને ગાજરાવાડી ખાતે ગૌપાલકો દ્વારા મહાકાળી માતાજીના મંદિરે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહુતિ આપી શૈલેષ મહેતાએ દેશ અને વિશ્વ કોરોનાં મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આજે તેમના 60મ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગ રૂપે શૈલેષ મહેતાએ ગૌ શાળામાં જઈ ગાય માતાની પૂજા કરી હતી. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, ત્યારે પોતાના જન્મદિવસે ગૌ પૂજન સહિત માતાજીના હવનનું પણ આયોજન કરાયું હતું. જેમા શૈલેષ મહેતાએ સમગ્ર વિશ્વ અને દેશ કોરોનાં મહામારીથી મુક્ત થાય અને સર્વેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.