ETV Bharat / state

વડોદરામાં 24 તારીખે સોનાની દુકાને થયેલી લૂંટના આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ

વડોદરાના ઓલ્ડ પાદરા રોડ રાજવી તાવ 4 સ્થિત કૃપા જવેલર્સમાં 24 ફેબ્રુઆરીએ જવેલર્સના ગળાના ભાગે ચપ્પાના ઘા મારીને લાખોના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ જતા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે 2 ટીમ યુપી મોકલી આરોપીની ધરપકડ કરી હતી.

author img

By

Published : Mar 2, 2021, 5:17 PM IST

Vadodara
Vadodara
  • થોડા દિવસ અગાઉ સોનાની દુકાનમાં થઈ હતી લૂંટ
  • દુકાનના માલિકને ચપ્પુના ઘા મારી લૂંટ કરી હતી
  • બનાવની જાણ થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો
    CCTV
    CCTV ફૂટેજ

વડોદરા: શહેરના ઓલ્ડ પાદરા રોડ પર બપોરના સુમારે મા કૃપા જ્વેલર્સ દુકાનના માલિક રાજેશ ધોની પોતાની દુકાનમાં બેઠા હતા. આ દરમિયાન આરોપી દીપક મિશ્રા દુકાનના પ્રવેશ્યો હતો. દુકાન માલિક કાંઈ સમજે તે પહેલાં જ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત, DCP, SOG, PCB અને સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો.

જ્વેલર્સ શોપ
જ્વેલર્સ શોપ

ક્રાઈમ બ્રાન્ચે બે ટીમ યુપી મોકલી હતી

ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી હતી. ડીસીપી જાડેજા અને પીઆઇ માર્ગદર્શન હેઠળ બે ટીમો બનાવી હતી. ફરિયાદીની પૂછપરછ ટેકનિકલ સિટીની અને સર્વેલન્સ માહિતી અનુસાર આરોપી ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો.

આરોપી
આરોપી

ક્રાઈમ બ્રાન્ચે યુપીથી આરોપીને ઝડપી પાડયો

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, આરોપી ઉત્તર પ્રદેશ ભાગી ગયો છે અને પોલીસના વાંચવાથી આરોપી તેના સાસરી પ્રતાપગંજમાં આવેલા ડેલહપુરમાં આશરો લીધો છે. ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પહેરવેશ અને હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આખી રાત ખેતરોમાં છુટા છવાયા મકાનો હોવાથી આરોપી ખેતરોમાં ભાગી જાય નહીં તે માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી સવારે મકાન કોર્ડન કરીને આરોપી દીપક ગણપત મિશ્રાને ઝડપી પાડયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને આરોપી 300 મીટર ખેતરમાં ભાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા આરોપીના હોશ ઊડી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી દીપક મિશ્રા મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ અને વડોદરામાં આજવા રોડ ખાતે રહે છે અને સયાજીપુરામાં શાકભાજીનો ધંધો કરે છે. આરોપીએ 22 દિવસ સુધી દુકાનની રેકી કરી હતી અને લૂંટને અંજામ આપ્યા બાદ રાત્રે રાજસ્થાનથી યુપી તેના ઘરે રવાના થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને લઇને વડોદરા રવાના થઇ છે. આગામી દિવસોમાં આરોપીએ કેવી રીતે લૂંટને અંજામ આપ્યો બીજા કેટલાય સાથે સામેલ છે. આરોપીએ ફરિયાદીને કેવી રીતે ઓળખે છે, તેવા અનેક ચોંકાવનારા ખુલાસા ક્રાઈમ બ્રાન્ચ આગામી દિવસોમાં કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.