નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની બીજી મેચમાં ભારતે પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમને 6 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી છે. પાકિસ્તાને આપેલા 106 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને રન ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે ટૂર્નામેન્ટમાં ભારતનું ખાતું પણ ખુલી ગયું છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગ સામે હાંફળા-ફાંફળા જોવા મળી હતી અને કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. પાકિસ્તાન તરફથી નિદા દારે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 34 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈપણ બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ 8 બોલમાં 13 રન બનાવ્યા હતા. જોકે, ટીમને મોટો સ્કોર કરવા માટે આ પૂરતું ન હતું.
Good win for the Women in Blue against Pakistan in the #T20WorldCup! Our girls used the conditions to perfection in the first half, and a special mention to @reddyarundhati for her 3-wicket haul! On to the next fixture, where we aim to secure back-to-back wins! 🇮🇳 @BCCIWomen pic.twitter.com/AtJaB7bj7G
— Jay Shah (@JayShah) October 6, 2024
ભારતના 106 રનના ચેઝમાં શેફાલી વર્મા (32), હરમનપ્રીત કૌર (29) અને જેમિમાહ રોડ્રિગ્સ (23)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, રિચા ઘોષ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી હતી અને મંધાના માત્ર 7 રન બનાવી શકી હતી.
ભારતની બોલિંગની વાત કરીએ તો અરુંધતિ રેડ્ડીએ 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે સ્ટાર બોલર શ્રેયંકા પાટીલ 4 ઓવરમાં 12 રન આપીને માત્ર 2 વિકેટ લઈ શકી હતી. રેણુકા સિંહ, દીપ્તિ શર્મા અને આશા શોભનાને તેમના સમગ્ર સ્પેલમાં એક-એક વિકેટ મળી હતી.
તમને જણાવી દઈએ કે, આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આ પ્રથમ જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને કિવી ખેલાડીઓ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમનો આ વર્લ્ડ કપ હાર સાથે શરૂ થયો હતો. જો કે આ જીત સાથે ટીમ ઈન્ડિયાનું મનોબળ વધ્યું હશે જે આગામી મેચોમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: