ETV Bharat / state

સુરતના પાંડેસરામાં મોડી રાતે BRTS બસ પર પથ્થર મારો, શું છે સમગ્ર ઘટના જાણો... - surat crime - SURAT CRIME

સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાતે BRTS બસ ઉપર પથ્થર મારો કરી કાચ તોડવામાં આવ્યા હતા. પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી. શું છે સમગ્ર મામલો..

સુરતના પાંડેસરામાં BRTS બસ પર પથ્થર મારો
સુરતના પાંડેસરામાં BRTS બસ પર પથ્થર મારો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2024, 7:30 PM IST

સુરત: પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલી કૈલાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે એક અજાણ્યો યુવક BRTS રૂટની રેલિંગ કુદીને રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતી BRTS બસની અડફેટમાં આવી જતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓ રોષે પણ ભરાયા હતા.

સુરતના પાંડેસરામાં BRTS બસ પર પથ્થર મારો (Etv Bharat Gujarat)

અન્ય BRTS બસના ચાલકો ગભરાયા: જેથી તેઓ દ્વારા બસ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને બસમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ BRTS બસના કાચ પણ તોડવામાં આવ્યા હતા. આ જોઈ અન્ય BRTS બસના ચાલકો પણ ગભરાઈને પોતાની બસ મૂકી ત્યાંથી જતા રહ્યા હતા. જોકે બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગઈ હતો. અને રોષે ભરાયેલા લોકોને વિખેરી નાંખ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. યુવક કુદીને રેલિંગ ઓળંગતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચો:

  1. ગરબા જોઈ પરત ફરી રહેલા યુવકોને કારે મારી ટક્કર, ત્રણ જુવાનજોધના મોત, ખીંમત ગામમાં શોક - Banaskantha accident
  2. ધાનેરા મામલતદારે લીલા વૃક્ષો ભરેલ ત્રણ ટ્રેકટર ઝડપી પાડ્યા, જાણો - seized tractors with firewood

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.