ETV Bharat / state

વધુ એક યુવતી બની હવસનો શિકાર! ઘરકામ કરવા ગયેલી યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું - surat crime - SURAT CRIME

સુરતના જુના કોસંબા ખાતે ઘરકામ કરવા આવેલી યુવતી પર 35 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જાણો સમગ્ર ઘટના...

સુરતમાં ઘરકામ કરવા ગયેલી યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું
સુરતમાં ઘરકામ કરવા ગયેલી યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2024, 7:31 PM IST

સુરત: પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતમાં કોસંબા પોલીસની હદમાં આવેલા જુના કોસંબા ખાતે 18 વર્ષની યુવતી ઘરકામ કરવા માટે ગઇ હતી. જોકે સગીરા ઘરકામ કરી રહી હતી. તે દરમિયાન મકાન માલિકના ભાઇ સલીમ ઐયુબ મલેક ઘરમાં આવ્યા હતાં. અને ઘરમાં કોઈ હાજર ન હતા જેથી એકલતાનો લાભ લઇ યુવતી સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સુરતમાં ઘરકામ કરવા ગયેલી યુવતી પર નરાધમે દુષ્કર્મ આચર્યું (Etv Bharat Gujarat)

પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો: આ બાદ આરોપી સલીમ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી રહ્યો હતો. તે દરમિયાન આરોપી સલીમના ભાભી જોઈ જતા આરોપી સલીમ ભાભી સમક્ષ યુવતીને બદનામ કરી, નાલાયક ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે યુવતીએ અંતે સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરીયાદ કરતા હાલ પોલીસે નરાધમ આરોપી સલીમ ઐયુબ મલેક (રહે. સાવા રોડ, જુના કોસંબા તા.માંગરોળ) વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:

  1. બાળકી પીંખાતા બચી ! હવસખોરની ચુંગાલમાંથી 10 વર્ષની બાળકીએ ખુદને બચાવી, નરાધમ જેલ હવાલે - girl survived before being raped.
  2. આડા સંબંધની આશંકાનું ઘાતક પરિણામ ! 7 શખ્સો પર યુવકની હત્યાનો આરોપ - MURDER IN RAJKOT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.