ETV Bharat / state

વડોદરામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી, બગીચાઓમાં કોરોના ગાઈડલાઈનના ઘજાગરા - Jaya Parvati fast in Vadodara

વડોદરામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવા ઉત્સુક કુમારીકાઓ અને યુવતીઓ ભાન ભૂલી બગીચાઓમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ઘજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.

Vadodara News
Vadodara News
author img

By

Published : Jul 24, 2021, 6:47 PM IST

  • વડોદરામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી
  • ઉત્સુક કુમારીકાઓ અને યુવતીઓ ભાન ભૂલી બગીચાઓમાં કોરોના ગાઈડલાઈનના ઘજાગરા ઉડાવતા જોવા મળ્યા
  • સયાજી બાગ સહિત બગીચાઓ પર વ્રતની ઉજવણી કરનારાઓનું કિડીયારુ ઉભરાયું

વડોદરા: શહેરમાં આસ્થા પૂર્વક ઉજવાઈ રહેલા ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત આખરી ચરણમાં છે. આગામી રવિવારે જાગરણ સાથે વ્રતો સંપન્ન થઇ રહ્યા છે, ત્યારે વ્રત પૂરા થવાને આડે બે દિવસ બાકી હોવાથી શહેરના સયાજી બાગ સહિત બગીચાઓ અને વડોદરા નજીક આવેલા પિકનીક સ્પોટ (picnic spot) ઉપર વ્રતની ઉજવણી કરનારાઓનુ કિડીયારુ ઉભરાયુ હતું.

વડોદરામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી

આ પણ વાંચો: ખેડામાં કોરોના સામે નિયમ પાલનના સંકલ્પ સાથે ગૌરી વ્રતની ઉજવણી

સરકારે તમામ વિભાગોમાં કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરવાની શરતે છૂટછાટ આપી છે

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ગતવર્ષે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરનારી કુમારીકાઓ અને બહેનોને ઘરમાં બેસીને જ વ્રતની ઉજવણી કરી હતી. આ વખતે સરકારે કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) ની દહેશત હોવા છતાં તમામ વિભાગોમાં કોરોનાની ગાઇડલાઇન (corona guidelines) નુ પાલન કરવાની શરતે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવા ઉત્સુક કુમારીકાઓ અને યુવતીઓ કોરોનાનુ ભાન ભૂલી બગીચાઓમાં ઉમટી પડતા હતા. કોરોનાની ગાઇડલાઇન્સ (corona guidelines) ના ઘજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.