વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે હવે હાઈવે પર ફરી એક વાર અકસ્માતના કારણે બાઈકચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીં વડોદરા તરફથી એક ટ્રક-ટ્રેલરચાલક પોતાનું ટ્રેલર પૂરઝડપે લઈ જઈ રહ્યો (Accident in Vadodara) હતો. તે જ સમયે રોડ ક્રોસ કરી રહેલો બાઈકચાલક ટ્રકની અડફેટે (container truck accident hit biker) આવી ગયો હતો. અકસ્માતમાં યુવકને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. એટલે તેનું ઘટનાસ્થળે મોત (biker death in vadodara) થયું હતું.
ડભોઈ તાલુકા નારિયાના યુવકનું મોત વડોદરા કરજણ નેશનલ હાઇવે (vadodara karjan highway) ઉપર ભારત કોટન પાસે એક કન્ટેનરનો ચાલક પૂરઝડપે આવી રહ્યો હતો. તે દરમિયાન ડભોઇ તાલુકાના નરીયા ગામના વતની મનહર લક્ષ્મણભાઈ ( રહે. નારીયા, તાલુકો ડભોઇ) તેમ જ સંદીપભાઈ ઉમેદભાઈ રાઠોડ ( રહે. વણછારા ,તાલુકો પાદરા) આ બંને પોતાની બાઈક ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે અચાનક ભરૂચથી વડોદરા તરફ આવી રહેલા કન્ટેનરે આ બાઈકને ટક્કર (container truck accident hit biker) મારી હતી. તેના કારણે મનહરભાઈનું ઘટનાસ્થળે (biker death in vadodara) મોત થયું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલા સંદીપ રાઠોડને ગંભીર ઈજા પહોંચી હતી.
કરજણ પોલીસની કાર્યવાહી શરૂ બાઈકની પાછળ બેઠેલા સંદીપ રાઠોડને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત પછી લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી આવ્યા હતા. આ અંગે કરજણ પોલીસને જાણ કરતાં પોલીસે કન્ટેનરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.